scorecardresearch
Premium

Surat Railway Station Stampede : સુરત રેલવે સ્ટેશન પર નાસભાગ, મુસાફરો દિવાળીએ ઘરે જવા ટ્રેન પકડવા દોડ્યા, 1 નું મોત

Surat Railway Station Stampede one dead : સુરત રેલવે સ્ટેશને તાપ્તી ગંગા એક્સપ્રેસ (tapti ganga express) ટ્રેનમાં યુપી-બિહાર (UP Bihar) વાસી પરપ્રાંતિય લોકોની ભીડ ચઢવા જતા ભાગદોડ મચી (Run away) ગઈ, જેમાં એકનું મોત થયું છે. દિવાળી (Diwali) ની રજામાં લોકો પોતાના ઘરે જવા સ્ટેશને પહોંચ્યા હતા.

Surat Railway Station Stampede one dead
સુરત રેલવે સ્ટેશને નાશભાગ થતા એકનું મોત

Surat Railway Station Stampede one dead : દિવાળી રવિવારે છે અને દિવાળી પર દેશ-વિદેશના લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે. આ દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર નાસભાગની ઘટના સામે આવી છે. શનિવારે દિવાળી અને છઠના તહેવાર પર સુરતમાં રહેતા પરપ્રાંતિય લોકો પોતાના ઘરે જઈ રહ્યા હતા અને તે દરમિયાન અહીં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મુસાફરનું મોત થયું હતું અને ચાર લોકો બેભાન થઈ ગયા હતા.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

ઘાયલોને સુરત રેલ્વે સ્ટેશનથી એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. સાંસદ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જર્દોશને આ ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા હતા.

પશ્ચિમ રેલ્વેના પોલીસ અધિક્ષક સરજો કુમારીએ જણાવ્યું હતું કે, મુસાફરો સવારમાં સુરત રેલ્વે સ્ટેશનથી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા દોડ્યા હતા અને આ દરમિયાન અરાજકતા સર્જાઈ હતી. તેમણે કહ્યું કે, કેટલાક લોકો બેભાન થઈ ગયા છે અને કેટલાક મુસાફરોએ નર્વસનેસની ફરિયાદ કરી છે. ઘણા મુસાફરોને ચક્કર આવી ગયા અને નીચે પડી ગયા.

આ મામલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પ્લેટફોર્મ પર મુસાફરોની સંખ્યા વધ્યા બાદ પોલીસે ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ મુસાફરો ટ્રેન પકડવા દોડ્યા અને આ દરમિયાન જ્યારે આ ઘટના બની હતી.. તેમણે કહ્યું કે, ભીડને ધ્યાનમાં રાખીને તહેવારોની સિઝનમાં વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ભારે ભીડ

દિલ્હી અને તેની આસપાસના રાજ્યોના લોકો તેમના ગામ જઈ રહ્યા છે. શનિવારે સવારે આનંદ વિહાર રેલવે સ્ટેશન પર તેની અસર જોવા મળી હતી. આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર શનિવાર સવારથી જ ભારે ભીડ છે અને ટ્રાફિકને કારણે વાહનો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. ટ્રાફિક પોલીસે ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવાની સલાહ આપી છે. આ સિવાય દિલ્હી ટ્રાફિક પોલીસે ડ્રાઇવરો અને કાર માલિકોને પણ ડ્રાઇવિંગ કરતી વખતે ધીરજ રાખવા માટે કહ્યું છે.

Web Title: Surat railway station stampede one dead tapti ganga express diwali up bihar people jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×