scorecardresearch
Premium

સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, સતર્કતાથી દુર્ઘટના ટળી ફિશ પ્લેટ અને ચાવીઓ અપ લાઇન ટ્રેક પર રાખી હતી

Surat : શનિવારે સુરતના કીમ રેલવે સ્ટેશન પાસેના રેલવે ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ મળી આવી. આવું કામ કરનારાઓનો ઇરાદો ટ્રેનને પાટા પરથી ઉતારવાનો હતો. પરંતુ રેલવે અધિકારીઓની તકેદારીને કારણે આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો

railway track, Railway Accidents
શનિવારે સુરતના કીમ રેલવે સ્ટેશન પાસેના રેલવે ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ મળી આવી હતી (ફોટો: @AvinashSinghWR)

Surat Kim Station : દેશમાં રેલ અકસ્માતોના પ્રયાસોને રોકવામાં આવી રહ્યા નથી. કેટલાક અસામાજિક તત્વો અને ગુનેગારો સતત આવા ષડયંત્ર રચી રહ્યા છે, જેના કારણે ઘટનાઓ વધી રહી છે. તાજો મામલો ગુજરાતના સુરતનો છે. શનિવારે સુરતના કીમ રેલવે સ્ટેશન પાસેના રેલવે ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ મળી આવી હતી. આ માહિતીને કારણે રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આવું કામ કરનારાઓનો ઇરાદો ટ્રેનને પાટા પરથી ઉતારવાનો હતો. પરંતુ રેલવે અધિકારીઓની તકેદારીને કારણે આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝને જણાવ્યું હતું કે અજાણ્યા શખસોએ અપ લાઈનમાંથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ટ્રેક પર મGકી દીધી હતી, જેના કારણે ટ્રેનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. રેલ્વે ગ્રાઉન્ડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અવરોધો દૂર કર્યા હતા અને રેલ્વે ટ્રાફિકને પુન:સ્થાપિત કર્યો હતો.

દિલ્હી અને મથુરા લાઇનને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે

આ દરમિયાન દિલ્હી-મથુરા વચ્ચેની માલગાડી પાટા પરથી ઉતરી પડવાના કારણે ખોરવાયેલો રેલવે વ્યવહાર ફરી શરૂ થયો છે. આગ્રામાં ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસના જનસંપર્ક અધિકારી પ્રશસ્તિ શ્રીવાસ્તવે પીટીઆઈને જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે 10.30 વાગ્યે ત્રીજી લાઇન પર ટ્રાફિક પુન:સ્થાપિત કરવામાં આવ્યો હતો અને દિલ્હીથી આવતી એક માલગાડીને આ લાઇનમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી.

ત્રીજી લાઇનની પુન:સ્થાપના સાથે, ઉપર અને નીચેની લાઇનો પરનો ટ્રાફિક સરળતાથી ચાલી રહ્યો છે. દિલ્હીથી આવતી ઘણી ટ્રેનો ત્રીજી લાઇનમાંથી પસાર થઈ છે. જોકે હજુ પણ પ્રથમ અને બીજી લાઈનના સમારકામની કામગીરી ચાલુ છે. આ બંને લાઇનો પર ટ્રાફિકને પુન:સ્થાપિત કરવામાં થોડો સમય લાગશે.

આ પણ વાંચો –  ડિઝનીલેન્ડ પાર્ક હવે ગુજરાતમાં ! અમેરિકા સુધી લાંબા નહીં થવું પડે

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના મથુરા પલવલ ખંડ પર વૃંદાવન રોડ અને અઝઇ સ્ટેશનો વચ્ચે એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં રેલ વ્યવહાર ખોરવાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાટા પરથી ઉતરી જવાને કારણે પ્રથમ ત્રણ લાઇનો વિક્ષેપિત થયા બાદ ટ્રેનોને ચોથી લાઇન દ્વારા ફેરવવામાં આવી હતી. રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરવી પડી હતી અથવા ડઝનેક ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી. પાટા પરથી ઉતરી જવાથી માર્ગ પરની લગભગ 30 ટ્રેનોની સેવાઓને અસર થઈ હતી. પાટા સાફ કરવા માટે લગભગ 500 કામદારોને સેવામાં લગાવવામાં આવ્યા હતા.

મુખ્ય પીઆરઓ એનસીઆર (પ્રયાગરાજ) શશીકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પાટા પરથી ઉતરી જવાના કારણોની તપાસ માટે છ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ કેસમાં કોઈ શંકાસ્પદ તોડફોડ કે આતંકી લિંક સામેલ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ પૂરી થયા બાદ જ આ અંગે કંઈ પણ જાણી શકાય છે. આગ્રાના ડિવિઝનલ રેલ્વે મેનેજર તેજ પ્રકાશ અગ્રવાલે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે પાટા પરથી ઉતરી જવાના કારણે ત્રણ રેલ્વે લાઇનો પરનો ટ્રાફિક ખોરવાયો હતો.

Web Title: Surat kim station fish plates keys up line track remove ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×