scorecardresearch
Premium

Surat Building Collapsed : ગુજરાતના સુરતમાં 6 માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, અન્ય કેટલાક ફસાયાની આશંકા

Surat building collapsed : સુરતના સચિન વિસ્તારમાં પાલીગામ એરિયામાં ભારે વરસાદ બાદ એક 6 માળની બિલ્ડીંગ ધરાશાયી થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એક મહિલાને બચાવવામાં આવી છે, તો કેટલાક અન્ય લોકો ફસાયા હોવાની આશંકા છે.

Surat building collapsed
સુરત બિલ્ડીંગ ધરાશાયી

Surat Building Collapsed : ગુજરાતના સુરતમાં 6 માળની ઈમારત ધરાશાયી થવાને કારણે મોટો અકસ્માત થયો છે. એક મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અપડેટ્સ માહિતી અનુસાર, એકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

માત્ર 8 વર્ષ જૂની ઇમારત

જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઈમારત માત્ર 8 વર્ષ જૂની હતી, પરંતુ ખરાબ હાલતના કારણે ઘણા ફ્લેટ ખાલી પડ્યા હતા. ઈમારત જ્યારે પડી ત્યારે અંદર પાંચ પરિવારો હાજર હતા. આ કારણે અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલી એક મહિલાએ રેસ્ક્યુ ટીમને જણાવ્યું કે, બિલ્ડિંગમાં ચારથી પાંચ વધુ લોકો હાજર હોઈ શકે છે.

સૌથી મોટું કારણ વરસાદ?

હજી સુધી ઘટના કેમ બની તે ઇનપુટ પ્રાપ્ત થયું નથી, ફક્ત કાટમાળને ઝડપી ગતિએ દૂર કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. હાલ ગુજરાતના સુરતમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે અનેક ઈમારતોના પાયા નબળા થઈ ગયા છે. હવે સુરતની આ ઈમારત શા માટે પડી તેનું સાચું કારણ જાણી શકાયું નથી, પરંતુ સતત વરસાદ પણ એક પરિબળ માનવામાં આવે છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટના પાલીગામના ડીએન નગર સોસાયટીમાં બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇમારત જર્જરિત અવસ્થામાં હતી.

ઘટનાની જાણ થતા જ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત, જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ચીફ ફાયર ઓફિસર બસંત પારીકના નેતૃત્વમાં ફાયર વિભાગના અધિકારીઓએ રેસક્યુ ઓપરેશનનું નિરીક્ષણ કર્યું હતું. કાટમાળ હટાવવા માટે જેસીબી મશીનો કામે લગાડવામાં આવ્યા હતા, જ્યારે ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કરીને મોટા સ્લેબ તોડવામાં આવ્યા હતા.

સાંજે, સત્તાવાળાઓએ નબળી વિઝિબિલિટીને કારણે ફ્લડલાઇટને ઠીક કરવાનું શરૂ કર્યું.

ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાટમાળ નીચે એક મહિલા મળી આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

કશિશ શર્મા (23) તરીકે ઓળખાતી મહિલાને ફાયર અધિકારીઓએ બચાવી હતી અને તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત સ્થિર છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ફાયર અધિકારીઓ કાટમાળ નીચે શોધવા માટે ફ્લેશલાઇટ બેટરીનો ઉપયોગ કરી રહ્યા છે.

ગુજરાતમાં હવામાન કેવું છે?

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે, ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામડાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે, વીજળી ગુલ થઈ રહી છે અને લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના લોકોને આ વરસાદથી રાહત મળવાની નથી, તેઓએ હજુ થોડા દિવસો સુધી ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે.

Web Title: Surat building collapsed woman was rescued several others are feared to be trapped km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×