scorecardresearch
Premium

રખડતા ઢોર – પ્રાણી ખેતરોથી લઈને રસ્તાઓ સુધીની સમસ્યા બન્યા, હુમલામાં નિર્દોષ જીવો ગુમાવી રહ્યા છે

રખડતા ઢોર અને રખડતા કૂતરાના હુમલાથી અનેક લોકોના મોત થયા છે, આ માત્ર દિલ્હી કે ગુજરાતની જ નહી, પરંતુ પૂરા ભારતની સમસ્યા.

stray cattle and dog problem
રખડતા ઢોર અને રખડતા કૂતરાની સમસ્યા (પ્રતિકાત્મક તસવીર)

રખડતા પશુઓના કારણે પાક અને અન્ય વસ્તુઓના નાશની છેલ્લા ઘણા સમયથી સતત ફરિયાદો તો ઉઠી રહી છે. પરંતુ આ સિવાય રખડતા પશુઓના હુમલામાં લોકોના જીવ ગુમાવવાના બનાવો ગંભીર ચિંતાનો વિષય બની ગયા છે. દિલ્હીમાં એક આખલાના હુમલાથી એક વ્યક્તિનું તાજેતરમાં જ મોત થયું છે.

રાજધાની દિલ્હીમાં રખડતા ઢોર દ્વારા હુમલાની ઘટનાઓ વધી છે

દિલ્હીમાં આ પ્રકારની ઘટના નવી નથી. પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલું દેખાતું નથી જે આવી ઘટનાઓને અટકાવી શકે. આ ગહન સમસ્યાને દૂર કરવા માટેના આવા પગલાં અંગે સરકારની ઊંડી ઉદાસીનતા જણાય છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં પણ રખતડતા ઢોર અને કૂતરાના હુમલાથી અનેક લોકોના મોત

આ સમસ્યા માત્ર દિલ્હી કે ગુજરાત પુરતી નથી ભારતના અનેક રાજ્યમાં રખડતા ઢોરના કારણે માનવ મૃત્યુંના અનેક બનાવો નોંધાયા છે. અમદાવાદમાં માત્ર કૂતરાના હુમલાની વાત કરીએ તો, છેલ્લા ત્રણ વર્ષમાં આઠ લોકો કૂતરાના હુમલાથી મૃત્યું પામ્યા છે. જેમાં 2020-21માં 3, 2022માં 3 અને 2023માં 2 લોકોના મોત થયા હતા, જેમાં વાઘ બકરીના માલિક પરાગ દેસાઈનો પણ સમાવેશ થાય છે.

પશુઓ વાહનો સાથે અથડાવાને કારણે ગંભીર અકસ્માતો પણ થઈ રહ્યા છે

માત્ર કૂતરાના હુમલા જ નહી રખડતા ઢોરના કારણે તો અનેક લોકોના મોત નિપજ્યા છે. આ પરિણામે રોડ પર આઝાદ રીતે રખડતા બળદ કે ગાય જેવા પશુઓ અચાનક કોઈને ટક્કર મારતા હોવાના કારણે લોકો દરરોજ જીવ ગુમાવી રહ્યા છે. પશુઓ વાહનો સાથે અથડાવાને કારણે ગંભીર અકસ્માતો પણ સર્જાય છે. આ ઉપરાંત કૂતરાના હુમલા કે કરડવાથી લોકોના જીવ જવાના બનાવો પણ પ્રકાશમાં આવતા રહે છે.

નવાઈની વાત એ છે કે, જો કોઈ વ્યક્તિ રોડ પર ખોટી જગ્યાએ વાહન પાર્ક કરે અથવા કોઈ નિયમનો ભંગ કરે તો વાહન ટોઈંગ કરવા અથવા દંડ વસૂલવા સુધીની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને સંબંધિત વિભાગો સક્રિય રહે છે. પરંતુ રસ્તા પરથી પસાર થતી વખતે રસ્તાની વચ્ચોવચ બેઠેલા કે ચાલતા પ્રાણીઓ જોવા મળે છે અને તેમને હટાવવા માટે કોઈ નથી.

વાહન ચાલક કે અન્ય લોકો પોતાને બચાવવા માટે પોતાના જોખમે રામ ભરોસે કોઈક રીતે પસાર થવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો રખડતા પ્રાણીઓ વિશે લાગણીશીલ હોય છે, જે માનવ લક્ષણ હોઈ શકે છે.

આ પણ વાંચોગુજરાત રખડતા ઢોર મામલો : ગુજરાત હાઈકોર્ટ હવે જવાબદાર અધિકારીઓ સામે આરોપો ઘડે તેવી શક્યતા

પરંતુ આના કારણે પ્રાણીઓના સ્વભાવમાં જે બદલાવ આવે છે તેની જવાબદારી કોઈ લેતું નથી. રસ્તા પર ત્યજી દેવાયેલી ગાયોની સંભાળ લેવા માટે ગૌશાળાની વ્યવસ્થા એ ઉકેલ છે, પરંતુ બળદ અને કૂતરા જેવા રખડતા પ્રાણીઓની સમસ્યા યથાવત છે. દેશના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર રખડતા પ્રાણીઓની મોટી સંખ્યા દર્શાવે છે કે, કદાચ તેને હજુ ગંભીર સમસ્યા તરીકે ઓળખવામાં આવી નથી.

Web Title: Stray cattle and stray dog attack problem of human deaths km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×