scorecardresearch
Premium

ગુજરાતના નવસારીમાં બાંદ્રા જયપુર સુપરફાસ્ટ ટ્રેન પર પથ્થરમારો, તપાસ ચાલુ

Bandra Jaipur Train Stone pelting Navsari : બાંદ્રા જયપુર સુપરફાસ્ટ ટ્રેન પર ગુજરાત (Gujarat) માં નવસારી નજીક મરોલી ગામ રેલવે સ્ટેશન નજીક પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં બારીના કાચ તૂટ્યા. આરપીએફ (RPF) એ ગુનો નોધી તપાસ શરૂ કરી.

Bandra Jaipur Train Stone pelting Navsari
બાંદ્રા જયપુર સુપરફાસ્ટ ટ્રેન પથ્થરમારો (પ્રતિકાત્મક તસવીર)

Bandra Jaipur Train Stone pelting Navsari : ગુજરાતના નવસારીમાં બુધવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા લોકોએ બાંદ્રા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જો કે ટ્રેનની બારીનો કાચ તૂટી ગયો હતો, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. નવસારી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ રેલવે સત્તાવાળાઓ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના નવસારી અને સુરત જિલ્લા વચ્ચેના મરોલી રેલવે સ્ટેશન પાસે બની હતી.

નવસારી રેલવે પ્રોટેક્શન ફોર્સના પોલીસ ઈન્સ્પેક્ટર કે.પી. સિંહે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “પથ્થર ટ્રેનના B3 કોચમાં 41 અને 42 નંબરની સીટની બારી પર અથડાયા હતા. વિન્ડો સીટ પર બેઠેલા મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી પરંતુ કાચ તૂટી ગયા હતા. મુસાફરોએ એસ્કોર્ટિંગ આરપીએફ પોલીસ ટીમને ઘટના વિશે જાણ કરી. બાદમાં, ટ્રેનને મરોલી ખાતે થોડી મિનિટો માટે રોકવામાં આવી હતી, અને બાદમાં તેણે આગળની મુસાફરી ચાલુ રાખી હતી કારણ કે, અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, કોઈને ઈજા થઈ નથી.

આ પણ વાંચોગુજરાત : ફિક્સ પગાર કર્મચારીઓ આનંદો, રાજ્ય સરકારે વેતનમાં કર્યો 30 ટકા વધારો, સમજો પગારનું ગણિત

આરપીએફ એ જણાવ્યું હતું કે, “અમે અજાણ્યા લોકો સામે રેલવે એક્ટ કલમ 154 હેઠળ ગુનો નોંધ્યો છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી અને અમે કેટલાક યુવકોની ધરપકડ કરી છે. અમારી ટીમો ઘટનાની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેશે. આગામી તહેવારોની સિઝનને લઈને અમે રેલવે સ્ટેશનની નજીકના ટ્રેકની બહાર પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. અમારા કર્મચારીઓ ટ્રેકની નજીક ઝૂંપડીઓમાં રહેતા લોકો પર સતત નજર રાખે છે.

Web Title: Stone pelting on bandra jaipur train near maroli station navsari rpf gujarat ieart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×