scorecardresearch
Premium

ગુજરાતમાં બૂટલેગરો બેફામ, દારૂ ભરેલી કાર પકડવા જતા અકસ્માતમાં PSI મોતને ભેટ્યા

એસએમસીના પીએસઆઈ જે.એમ. પઠાણ વર્ષ 2000માં અમદાવાદ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા અને ત્યાર બાદ મોડ-2ની પરીક્ષા આપી પીએસઆઈ તરીકે જોડાયા હતા. મૃતક પીએસઆઈના બે બાળકો છે.

Death of PSI, Bootlegger, Gujarat Police
સુરેન્દ્રનદરના દસાડા પાસે એસએમસીના પીએસઆઈ જે.એમ. પઠાણે દારુ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. (તસવીર: Harsh Sanghavi/X)

Surendranagar News: ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ રાજ્યમાં દારુ ઘૂસાડવા માટે બુટલેગરો પાછી પાની કરતા નથી. રાજ્યમાં અવારનવાર દારુ ઘૂસાડવાની અને દારુ ભરેલી ગાડીઓ પોલીસ પકડમાં આવવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે આજે સુરેન્દ્રનગરના દસાડામાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ દારુ ભરેલી ગાડી રોકવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવતા રાજ્યના પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ત્યાં જ આ ઘટના બાદ એવી પણ ચર્ચાએ રાજ્યમાં જોર પકડ્યું છે કે, જાણે બૂટલેગરોને પોલીસનો કોઈ ખૌફ રહ્યો જ નથી.

સુરેન્દ્રનદરના દસાડા પાસે એસએમસીના પીએસઆઈ જે.એમ. પઠાણે દારુ ભરેલી ગાડી રોકવાનો પ્રયાલ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલર અને પીએસઆઈની ગાડીને અકસ્માત નડ્યો હતો. જે બાદ પીએસઆઈને વિરમગામની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ તેમણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના બાદ એસએમસીના વડા નિર્લિપ્ત રાય મૃતક રપીએસઆઇના ઘરે પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠી હતી.

તમને જણાવી દઈએ કે, એસએમસીના પીએસઆઈ જે.એમ. પઠાણ વર્ષ 2000માં અમદાવાદ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા અને ત્યાર બાદ મોડ-2ની પરીક્ષા આપી પીએસઆઈ તરીકે જોડાયા હતા. મૃતક પીએસઆઈના બે બાળકો છે.

આ ઘટના બાદ રાજ્ય પોલીસે ઘટનાસ્થળની આસપાસના 70થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી છે અને 8 જેટલી ટીમોને આરોપીઓને પકડવા માટે કામે લગાવી છે. આ ઘટનામાં અન્ય બે પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.

Web Title: Smc psi died in an accident while trying to catch the bootlegger car surendranagar rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×