scorecardresearch
Premium

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સાણંદ-અમદાવાદ કનેક્ટિવિટી વધારવા ‘વર્લ્ડ ક્લાસ’ ટ્રેન સેવાની કરી જાહેરાત

Sanand Ahmedabad train connectivity : અમદાવાદ સાણંદ વચ્ચે વર્લ્ડ ક્લાસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, છ મહિનાની અંદર, અમે આ વિશ્વ કક્ષાની ટ્રેન સેવા શરૂ કરીશું.

Sanand Ahmedabad train connectivity - Union Minister Railways ashwini Vaishnaw
સાણંદ અમદાવાદ ટ્રેન કનેક્ટિવિટી – રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

Sanand Ahmedabad Train : કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે જાહેરાત કરી કે, સાણંદ અને અમદાવાદ વચ્ચે લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલા બે સ્થળો વચ્ચે કનેક્ટિવિટી સુધારવા માટે નવી ‘વર્લ્ડ ક્લાસ’ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે.

“છ મહિનાની અંદર, અમે આ વિશ્વ કક્ષાની ટ્રેન સેવા શરૂ કરીશું,” વૈષ્ણવે સાણંદમાં માઈક્રોન ટેક્નોલોજી સેમિકન્ડક્ટર યુનિટ માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, “આવતીકાલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી જામનગરથી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેનના રૂટને લીલી ઝંડી બતાવશે.”

વંદે ભારત ટ્રેન અમદાવાદ જામનગર રૂટ

24 સપ્ટેમ્બરે અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. 20 સપ્ટેમ્બરે આ નવી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ વંદે ભારત ટ્રેન જામનગરથી અમદવાદ વચ્ચે દોડશે અને રાજકોટમાં સ્ટોપ આપવામાં આવશે. આ વંદે ભારત ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરામગામ થઇને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને પહોંચશે.

અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન ટાઇમ ટેબલ

અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન ટાઇમ ટેબલની વાત કરીયે તો આ ટ્રેન જામનગર થી સવારે 5.30 વાગે ઉપડશે અને તે રાજકોટ, વાંકાનેર ,સુરેન્દ્રનગર વિરમગામ થઈને અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન પર સવારે 10.10 કલાકે આવી પહોંચશે. આમ જામનગરથી ઉપડેલી વંદે ભારત ટ્રેન ચાર થી સાડા ચાર કલાકમાં જ અમદાવાદ આવી પહોંચશે.

તેવી જ રીતે આ વંદે ભારત ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી સાંજે 6 વાગે ઉડશે અને રાત્રે 10:30 કલાકે જામનગર રેલવે સ્ટેશન પર પહોંચી જશે.

અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન ક્યા – ક્યા દિવસે દોડશે?

અમદાવાદ- જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે. મંગળવારને બાદ કરતા અમદાવાદ- જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં બાકીના છ દિવસ નિર્ધારિત ટાઇમટેબલ પર દોડશે. આ આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે.

ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેન મળશે

ગુજરાતને 24 સપ્ટેમ્બરના રોજ ત્રીજી વંદે ભારત ટ્રેનને ભેટ મળશે. ગુજરાતમાં હાલ બે વંદે ભારત ટ્રેન – અમદાવાદ મુંબઇ વંદે ભારત ટ્રેન અને અમદાવાદ જોધપુર વંદે ભારત ટ્રેન દોડી રહી છે. હવે આ નવી ત્રીજી વંદે ભારત ટ્રેન ગુજરાતના જ બે મુખ્ય શહેરો વચ્ચે દોડશે.

પીએમ મોદી 24 સપ્ટેમ્બરે એક સાથે નવ વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી દેખાડશે

પીએમ નરેન્દ્ર મોદી આગામી 24 સપ્ટેમ્બરે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યો માટે એક સાથે નવ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. પીએમ મોદી આ નવી 9 વંદે ભારત ટ્રેનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરાવશે, જે એક રેકોર્ડ બનશે.

ગત 7 જુલાઈએ ગોરખપુર-લખનઉ વંદે ભારત એક્સપ્રેસ અને જોધપુર-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ આપ્યાના લગભગ બે મહિના પછી નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે.

નોંધનિય છે કે, ભારતીય રેલવે દ્વારા હાલ દેશભરમાં કુલ 25 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. હવે આગામી રવિવારે વધુ નવ વંદે ભારત ટ્રેનની શરૂ સાથે તેની કુલ સંખ્યા વધીને 34 થઈ જશે.

Web Title: Sanand ahmedabad train service connectivity union minister railways ashwini vaishnaw km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×