રિતુ શર્મા, અમદાવાદ: શિક્ષણ તો માતૃભાષામાં જ એવી ઘણી વાતો સાંભળવા મળે છે પણ રાજ્યમાં વાસ્તવિકતા એ છે કે અંગ્રેજી માધ્યમની શાળા વધી રહી છે અને માતૃભાષાની શાળા ઘટી રહી છે. અમદાવાદ નગર નિગમ (એએમસી) દ્વારા સંચાલિત સ્કૂલોમાં મિડિયમ ભાષાની સખ્યા 2005માં આઠ હતી જે ઘટીને વર્તમાન શૈક્ષણિક સત્રમાં ચાર થઇ ગઇ છે. બીજી તરફ અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધી રહી છે.
2005 સુધી એએમસી સ્કૂલ બોર્ડમાં ગુજરાતી, ઉર્દુ, હિન્દી, મરાઠી, સિંધી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાના માધ્યમોમાં 539 સ્કૂલો હતી. વર્તમાનમાં સિંઘી, તેલુગુ, તમિલ અને મલયાલમ માધ્યમની કોઇ સ્કૂલ નથી. જ્યારે મરાઠી માધ્યમની સ્કૂલ બંધ થવાના આરે છે.
આ દરમિયાન એએમસી સ્કૂલ બોર્ડે છેલ્લા બે વર્ષોમાં 20 અંગ્રેજી માધ્યમની સ્કૂલો ઉમેરી છે. તેણે પોતાની પ્રથમ અંગ્રેજી માધ્યમ સ્કૂલ 2013-14માં અમદાવાદના શાહપુર વિસ્તારમાં ખોલી હતી.
આ ટ્રેડ 2006માં શરૂ થયો હતો. જોકે એક દાયકા કરતા પણ ઓછા સમયમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલોની સંખ્યા ઘણી વધી છે. 2013-14માં એક સ્કૂલ હતી જે 2022-23માં વધીને 55 થઇ ગઇ છે. રસપ્રદ વાત એ છે કે બંધ ધયેલી ભાષાની સ્કૂલોનું સ્થાન અંગ્રેજી માધ્યમની સ્કૂલોએ લીધી છે.
વાલીઓ તેમજ સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓએ કહ્યું કે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા પ્રત્યેની ઘટતી જતી પ્રાધાન્યતા અને અંગ્રેજી માધ્યમ તરફના ઝુકાવના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આ શાળાઓ બંધ થઈ ગઈ છે. AMC સ્કૂલ બોર્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એલ ડી દેસાઈએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે આજે વાલીઓની માંગ અંગ્રેજી માધ્યમ અને સ્માર્ટ સ્કૂલોની છે.
આ પણ વાંચોઃ- ઓપિનિયન પોલ : ગુજરાતમાં બીજેપી ફરી સ્પષ્ટ બહુમત સાથે બનાવશે સરકાર, કેવી છે કોંગ્રેસ, આપની સ્થિતિ
એએમસીની દિવાળી સુધી વધારે અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરુ કરવાની યોજના છે. અંગ્રેજી માધ્યમની હાલની 20 સ્માર્ટ શાળાઓમાંથી, તહેવારની આસપાસ બીજી 40 શરૂ કરવાની યોજના છે જે માત્ર ત્રણ અઠવાડિયા દૂર છે. 55 અંગ્રેજી માધ્યમની શાળાઓમાં લગભગ 12,000 વિદ્યાર્થીઓ છે.
AMC સ્કૂલ બોર્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એલ ડી દેસાઈએ કહ્યું કે અમે દિવાળી સુધી દરેક વોર્ડમાં એક સ્માર્ટ સ્કૂલ તૈયાર કરી રહ્યા છીએ. તેમાં વર્તમાનની 20 સ્કૂલોને જોડવામાં આવશે. સાથે વધારે માંગ અને સર્વેક્ષણના આધારે આગામી શૈક્ષણિક સત્ર માટે 50 નવી અંગ્રેજી માધ્યમની સ્કૂલોની યોજના બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, ચેતન રાવલ સોમવારે આમ આદમી પાર્ટીમાં જોડાશે
અમદાવાદમાં વર્તમાનમાં 459 એએમસી સ્કૂલોમાં 1,67,788 વિદ્યાર્થીઓ છે. 302 ગુજરાતી માધ્યમની, 64 હિન્દી માધ્યમની, 55 અંગ્રેજી માધ્યમની અને 38 ઉર્દુ અને અન્ય ભાષાની સ્કૂલ છે. લગભગ 280 વિદ્યાર્થીઓવાળી બે મરાઠી માધ્યમની સ્કૂલ છે. 2021 સુધી બધી તમિલ સ્કૂલો બંધ કરી દીધી છે.