Ratha Yatra 2023 : ગુજરાતના રાજકોટમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સનાતની બુલડોઝર આગળ હોવાથી લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. આ મામલો રાજકોટના નાના માવા વિસ્તારનો છે. મંગળવારે અહીંના જગન્નાથ મંદિરથી એક રથયાત્રા કાઢવામાં આવી હતી. જેની આગેવાની બુલડોઝરે કરી હતી. બુલડોઝરના લોડિંગ બકેટ પર ‘સનાતની બુલડોઝર’ લખેલા બેનરો જોવા મળ્યા હતા.
આ કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું હતું કે બુલડોઝરને સનાતન ધર્મની રક્ષા માટે ધાર્મિક રથમાં સામેલ કરવામાં આવ્યું છે. શહેરના પોશ ગણાતા નાના માવા રોડ પર આવેલા મંદિરથી સવારે 9.30 કલાકે યાત્રા શરૂ થાય તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિરમાં દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરી હતી.
મંદિરના મુખ્ય પૂજારીએ શું કહ્યું
રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિયોને રથમાં રાખવામાં આવે છે અને શહેરમાં ફેરવવામાં આવે છે. આ રથયાત્રા 26 કિમી સુધી રાજકોટના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સાંજે જગન્નાથ મંદિર ખાતે પૂર્ણ થાય છે.
આ પણ વાંચો – રથયાત્રા 2023 : જગન્નાથ મંદિરના 10 રહસ્યો, કેટલાક તો વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી
રથયાત્રા શરૂ થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટના જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી મનમોહનદાસે જણાવ્યું હતું કે આ ખાસ રથયાત્રામાં સનાતની બુલડોઝર ચાલે છે. બુલડોઝરનું મહત્વ અને હેતુ સનાતન ધર્મનું રક્ષણ અને પ્રચાર કરવાનો છે.
યૂપી-એમપી સહિત ઘણા રાજ્યોમાં બુલડોઝરનો પ્રયોગ કરવામાં આવ્યો
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ભાજપા સરકાર દ્વારા 2019માં નાગરિકતા સંશોધન અધિનિયમ સામે વિરોધ પ્રદર્શન કરનારા સામે બુલડોઝરથી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન સરકારે ઘણા મકાનો બુલડોઝરથી પાડી દીધા હતા. આ સમયથી બુલડોઝર ચર્ચાનો વિષય બન્યું હતું. ગુજરાત સરકારે હાલમાં જ દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા દ્વિપમાં ઘણા મકાનો બુલડોઝરથી તોડી નાખ્યા હતા.