Aap Party Organize Sunderkand In Gujarat: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ ભાજપ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આવી સ્થિતિમાં આ ધાર્મિક કાર્યક્રમનો રાજકીય લાભ ઉઠવવામાં આમ આદમી પાર્ટી પણ પાછળ નથી. રામ મંદિર કાર્યક્રમને અનુલશ્રી દિલ્હી બાદ હવે આપ પાર્ટી ગુજરાતમાં પણ ત્રણ દિવસીય વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં રામ મંદિર કાર્યક્રમ અંગે ઘોષણા કરી હતી.
આપ પાર્ટીના ગુજરાતમાં રામ મંદિર નિમિત્તે 3 દિવસનો કાર્યક્રમનો (Aap Party Organize Sunderkand In Gujarat)
આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષી ગુજરાતમાં પણ ત્રણ દિવસીય વિશેષ કાર્યક્રમ યોજવાની ઘોષણા કરી છે. જે અંતર્ગત દરેક જિલ્લામાં સુંદરકાંડ પાઠ, રામધૂન અને મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં આપ પાર્ટી ગુજરાતમાં 20 જાન્યુઆરીના રોજ તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં સુંદરકાંડ પાઠનું આયોજન. 21 જાન્યુઆરીના રોજ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. તો 22 જાન્યુઆરીના રોજ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, હાલ દેશભરમાં ભગવાન રામ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશ રામ રાજ્ય જોવાની રાહ જોઇ રહ્યું છે.
રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શંકરાચાર્ય શામેલ ન થવા વિશે ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, આ મુદ્દે માત્ર શંકરાચાર્ય જ જણાવી શકશે.
આપ પાર્ટી નેતા ઈસુદાન ગઢવીને જ્યારે કોંગ્રેસ દ્વારા પોતાને રામ મંદિર કાર્યક્રમથી દૂર રાખવા વિશે પૂછ્યુ તો તેમણે કહ્યુ કે, અમે અમારી પાર્ટી વિશે જણાવી શકીયે છીએ. અમે કોઇને સલાહ આપી શકતા નથી, પરંતુ તે નક્કી છે કે જ્યારે અયોધ્યામાં ભગવાન રામનો અભિષેક થઇ રહ્યો છે તો તેમાં રાજનીતિ થવી જોઇએ નહીં. તમામે રાજકીય પક્ષપાતથી ઉપર ઉઠવું જોઇએ અને તમામે સમ્માનપૂર્વક સ્વીકાર કરવો જોઇએ.