Rajkot cremation ground : ગુજરાતના રાજકોટ જિલ્લામાં એક જર્જરિત સ્મશાનગૃહ અચાનક તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
લોધીકા તાલુકાના ખીરસરા ગામે બપોરે 1 વાગ્યાની આસ-પાસ અકસ્માત સ્મશાન ધરાશાયી થયું હતુ. મૃતકની ઓળખ દિનેશ વગડિયા (47) તરીકે થઈ હતી અને ઈજાગ્રસ્તની ઓળખ હસમુખ વગડિયા અને રવિ મકવાણા તરીકે થઈ હતી.
કેવી રીતે દુર્ઘટના સર્જાઈ
પોલીસ સબ- મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર કુલદિપસિંહ ગોહિલે સોમવારે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ત્રણ જણ સ્મશાનગૃહની છત તોડી રહ્યા હતા. જોકે, આખું માળખું ધરાશાયી થઈ ગયું હતુ. ઈમારત પાસે ઊભો રહેલો દિનેશ કાટમાળ નીચે દબાઈ ગયો અને તેનું મોત થયું, જ્યારે છત તોડતા બે વ્યક્તિઓને ઈજાઓ થઈ.”
આ પણ વાંચો – હત્યાના પ્રયાસનો કેસ : HC એ ભાજપના પૂર્વ સાંસદને નિર્દોષ છોડ્યા, કારણ કે તેના ભાઈએ પીડિતાની બહેન સાથે કર્યા લગ્ન
એમ મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરનાર પોલીસે જણાવ્યું હતું કે, દિનેશને લોધીકાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.