scorecardresearch
Premium

રાજ શેખાવતની જાહેરાત, લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપશે

કરણી સેના એ ફરીથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવાની માંગ ઉઠાવી છે. કરણી સેનાના નેતા રાજ શેખાવતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે જે કોઈ પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરશે. તેના ઈનામ તરીકે એક કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા આપશે.

Raj Shekhawat, Lawrence Bishnoi,
રાજ શેખાવતે વીડિયો શેર કરી લોરેન્સ બિશ્વોઈના એન્કાઉન્ટની માંગ કરી છે. (તસવીર: ઈન્સાગ્રામ)

Gangster Lawrence Bishnoi Encounter Demand: કરણી સેના એ ફરીથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવાની માંગ ઉઠાવી છે. કરણી સેનાના નેતા રાજ શેખાવતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે જે કોઈ પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરશે. તેના ઈનામ તરીકે એક કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા આપશે. તે બહાદુર પોલીસકર્મીના પરિવારની સુરક્ષા અને સંપૂર્ણ વ્યવસ્થા પણ અમારી જ રહેશે. અમારા અનમોલ રત્ન એવમ ધરોહર અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીના હત્યારા લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારા પોલીસકર્મીની ક્ષત્રિય કરણી સેના સંપૂર્ણ ધ્યાન આપશે.

વીડિયોના અંતમાં રાજ શેખાવત કહે છે ‘જય મા કરણી.’ રાજ શેખાવત આ દિવસોમાં મધ્ય ગુજરાતના પ્રવાસે છે. તેમને ક્ષત્રિય મહાસંમેલનમાં આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલમાં જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સમાચારોની હેડલાઈનમાં છે. મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. લોરેન્સ બિશ્નોઈ હાલમાં ગુજરાતની ઉચ્ચ સુરક્ષાવાળી સાબરમતી જેલમાં બંધ છે. ત્યાં જ લોરેન્સે સલમાન ખાનને ધમકી આપી છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે વડોદરામાં લોરેન્સના એન્કાઉન્ટરની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પણ સવાલોના ઘેરામાં આવે છે. આખરે આવા ગુંડાઓને શા માટે આશ્રય આપવામાં આવે છે?

કેન્દ્ર સરકાર પર ઉઠાવ્યા હતા સવાલો

તે જેલમાં બેસીને લોકોની હત્યા કરાવી રહ્યો છે. લોકોને ધાકધમકી આપીને તેમની પાસેથી ખંડણી વસૂલવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર આ બાબતોને કેમ ઢાંકી રહી છે? એક ગેંગસ્ટરના કારણે સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે 22મી ડિસેમ્બરે અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન થવાનું છે. જેને લઈને ક્ષત્રિય સમાજની જાહેર સભાઓ યોજાઈ રહી છે. રાજ શેખાવત એક દિવસ અગાઉ યોજાયેલી બેઠકમાં ભાગ લેવા માટે જ વડોદરા પહોંચ્યા હતા. હવે તેમનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Web Title: Raj shekhawat announcement of a reward of rs 1 crore for encounter of lawrence bishnoi rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×