Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર થઈ રહી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો ગુજરાતના 140 તાલુકામાં વરસાદ નોધાયો હતો. ખાસ કરીને મહિસાગરના કડાણામાં 2.99 ઈંચ સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 31 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 1 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 2.99 ઈંચ વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં 20 તાલુકામાં 1થી3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓ પૈકી 20 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી લઈને 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોની વાત કરીએ તો મહિસાગર, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વલસાડ, છોટા ઉદેપુર, અમદાવાદ, ખેડા, આણંદનો સમાવેશ થાય છે.
90 તાલુકામાં અડધા ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો
SEOC ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદનાં આંકડા પ્રમાણે ગુજરાતમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 90 તાલુકા એવા છે જેમાં અડધા ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે 19 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે.
આ પણ વાંચોઃ- વડોદરામાં પોતાના ટ્રાંસફરનો બદલો લેવા એન્જિનિયરે ત્રણ દિવસ આખા વિસ્તારનો પાણી પૂરવઠો બંધ કરાવી દીધો
મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે 1 સપ્ટેમ્બર 2025, સોમવારના દિવસે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ જિલ્લાઓમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગરનો સમાવેશ થાય છે.