scorecardresearch
Premium

Gujarat Rain : ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો, 24 કલાકમાં 91 પૈકી 84 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ

today 24 July 2025 Gujarat rain fall data in gujarati : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 91 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જોકે, 84 તાલુકામાં પુરો એક ઈંચ પણ વરસાદ નોંધાયો નથી.

Today Gujarat heavy rain news in gujarati
ગુજરાતમાં છેલ્લા 24 કલાકનો વરસાદ- Express photo

Today Weather Gujarat rain latest update, 24 July 2025 : ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે. જોકે, વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે. છેલ્લા બે દિવસથી વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 91 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જોકે, 84 તાલુકામાં પુરો એક ઈંચ પણ વરસાદ નોંધાયો નથી.

24 કલાકમાં ગુજરાતમાં 91 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 24 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ધરમપુર અને પારડીમાં અનુક્રમે 2.13 ઈંચ અને 1.89 ઈંચ નોંધાયો હતો.

7 તાલુકામાં 1થી 2.50 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

વરસાદના મળતા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, આ તાલુકા પૈકી 7 જ તાલુકામાં એક ઈંચ ઉપર વરસાદ નોંધાયો હતો. અહીં 1થી 2.50 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.

જિલ્લોતાલુકોવરસાદ(ઈંચમાં)
વલસાડધરમપુર2.13
વલસાડપારડી1.89
તાપીવ્યારા1.81
તાપીવાલોદ1.77
સુરતમહુવા1.54
નવસારીખેરગારમ1.26
વલસાડકપરાડા1.22
rain, વરસાદ
ગુજરાતમાં વરસાદ (Express photo by Gajendra Yadav)

31 તાલુકામાં મેઘાએ માત્ર હાજરી પુરાવી

એસઈઓસી ગાંધીનગર દ્વારા આપેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 91 પૈકી 31 તાલુકા એવા છે જ્યાં મેઘ રાજાએ માત્ર હાજરી પુરાવી છે. અહીમાં નામ માત્ર વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ- ભાજપ ખેડૂતોના પૈસા લૂંટીને વૈભવી મહેલો બનાવી રહી છે: ગુજરાતમાં કેજરીવાલ

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો PDF જુઓ

દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે ગુરુવારે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાડ પડવાની શક્યતા છે.

Web Title: Rainfall data less than one inch of rain in 84 talukas in gujarat in 24 hours ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×