Gujarat Monsoon, rainfall data, weather forecast : ગુજરાતમાં એકદમ ચોમાસું જામી ગયું છે ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાની મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાતન 128 તાલકામાં વરસાદ નોંધાયો હતો. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેમાં પાવીજેતપુરમાં સાડા આઠ ઇંચ અને બોડેલીમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
ગુજરાતમાં પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. સુરત, તાપી, વલસાડ, અમદાવાદ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ, પાવીજેતપુર અને બોડેલીમાં 8 ઇંચ કરતા વધારે ખાબક્યો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેમાં પાવીજેતપુરમાં સાડા આઠ ઇંચ અને બોડેલીમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
પંચમહાલના જાંબુઘોડામાં છ ઇંચ વરસાદ ખાબક્યો
દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલું થઈ છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પંચમહાલના જાંબુઘોડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો તો. છોટા ઉદેપુર, તિલકવાડા, સંખેડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરાના શિનોરમાં સાડા 3 ઇંચ વરસાદ, ડભોઈ, કપરાડા, બોરસદ, નસવાડીમાં બે ઇંચ, ગરુડેશ્વર, આણંદ અને સુબિરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.