scorecardresearch
Premium

Gujarat Monsoon Updates : ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી, મહુવામાં મુશળધાર 12 ઇંચ ખાબક્યો, ક્યાં કેટલો વરસાદ પડ્યો?

Gujarat rainfall data, heavy rain forecast : સુરતના મહુવામાં સૌથી વધારે 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી હતી. ભારે વરસાદના પગલે જનજીવન અસ્ત-વ્યક્ત થયું હતું.

Gujarat Monsoon | Gujarat Rainfall | weather forecast | Rain News updates
ગુજરાતમાં વરસાદ, પ્રતિકાત્મક તસવીર

Gujarat Monsoon, rainfall data, weather forecast : ગુજરાતમાં એકદમ ચોમાસું જામી ગયું છે ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાતન 100 તાલકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતના મહુવામાં સૌથી વધારે 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી હતી. ભારે વરસાદના પગલે જનજીવન અસ્ત-વ્યક્ત થયું હતું.

છેલ્લા 24 કલાકમાં મહુવામાં 12 ઇંચ ખાબક્યો

ગુજરાતમાં સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાતના 100 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સુરતના મહુવામાં સૌથી વધારે 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે નવસારી જિલ્લામાં 11 ઇંચ જેટલો ખાબક્યો હતો. આ ઉપરાંત ડાંગના સુબિરમાં 8 ઇંચ જેટલો, બારડોલીમાં 8 ઇંચ જેટલો, નવસારીના જલાલપોરમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

મહારાષ્ટ્રમાં વરસાદનનો કહેર

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈમાં યલો એલર્ટ આપ્યું હતું. શુક્રવારે અલગ અલગ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પાલઘર અને ઠાણેમાં ભારે વરસાતની ચેતવણી પણ અપવામાં આવતા સ્કૂલ કોલેજોમાં રજા અપાઇ હતી.

આ ઉપરાંત IMDએ 28 જુલાઈએ પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, તેલંગણા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ અલગ જગ્યા પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી હતી.

હવામાન વિભાગની આ રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી

પૂર્વી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગણામાં આજે બહુ ભારે વરસાદથી લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, તટીય અને ઉત્તરી આંતરિક કર્ણાટકમાં અલગ અલગ જગ્યા પર ભારે વરસાદ થવાની આશા છે.

આઈએમડીએ આજે અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં અલગ અલગ જગ્યા પર વીજળી પડવા અને ભારે પવાર સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. તો વળી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, ઝારખંડ, તટીય આંધ્ર પ્રદેશ અને યનમ, રાયલસીમા, તેલંગણામાં અલગ અલગ જગ્યા પર ભારે પવન અને વીજળી પડવાની સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 28 જુલાઇ: વિશ્વ હિપેટાઇટિસ દિવસ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

મુંબઈમાં ઓરેન્જ એલર્ટ અપાયું

મુંબઈના આસપાસના જિલ્લા થાણે અને પાલગરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. રાજ્યમાં અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદનું અનુમાન લગવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે વિવિધ હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયા હતા. લેન્ડ સ્લાઇડની સ્થિતિ બની ગઈ છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને જોતા એનડીઆરએફની ટીમેને તૈયાર રાખવામાં આવી છે.

મહારાષ્ટ્રના થાણેના અનેક વિભાગમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. મહારાષ્ટ્રના નાંદેડમાં અનેક હિસ્સાઓમાં સતત વરસાદ પડવાના કારણે પાણી ભરાયા છે. જેના પગલે યાત્રીઓને અસુવિધા ઊભી થઈ હતી. મુંબઈમાં ગુરુવારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

Web Title: Rainfall data 100 talukas in 24 hours in gujarat monsoon weather surat mahuva heavy rain forecast alert ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×