યશપાલ વાળા : અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે.
બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે.
ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભા પંથકના ભાડ અને વાકિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.