scorecardresearch
Premium

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ પર રાજકારણ તેજ, ​​કેજરીવાલના ભાજપ પર આકરા પ્રહાર

AAP Chaitar Vasava arrest: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને વિસાવદરમાં પોતાની હારથી ગભરાટ ગણાવ્યું છે.

AAP Chaitar Vasava arrest, BJP leader Sanjay Vasava
ચૈતર વસાવાની અટકાયત બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો. (તસવીર: Express)

ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ કારમી હાર સહન કરી શકતું નથી. પરિણામો જાહેર થયાને થોડા જ દિવસો થયા છે અને ભાજપે “AAP” ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરીને પોતાની હતાશા જનતા સમક્ષ મૂકી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક અને પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ચૈતર વસાવાની ધરપકડ પર આકરી પ્રતિક્રિયા આપી છે.

“AAP” ના મતે ધારાસભ્ય ચૈતર વસાવાએ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યા પછી ભાજપ સરકાર ગભરાઈ ગઈ છે. પહેલા ભાજપે તેમના પર હુમલો કરવા માટે ગુંડાઓ મોકલ્યા. જ્યારે તેઓ પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે તેમની સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી. ભાજપ ગમે તેટલો અત્યાચાર કરે, “AAP” નેતાઓ અને કાર્યકરો ગુજરાતની જનતા સમક્ષ ભાજપના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં ડરશે નહીં.

વિસાવદર પેટાચૂંટણીમાં હાર બાદ ભાજપ ગુસ્સે છે: કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને વિસાવદરમાં પોતાની હારથી ગભરાટ ગણાવ્યું છે. તેમણે X પર કહ્યું કે ભાજપે ગુજરાતમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવની ધરપકડ કરી. વિસાવદર પેટાચૂંટણીમાં AAPના હાથે હાર બાદ ભાજપ ગુસ્સે છે. જો તેઓ વિચારે છે કે આવી ધરપકડોથી AAP ડરી જશે, તો તે તેમની સૌથી મોટી ભૂલ છે. ગુજરાતના લોકો હવે ભાજપના કુશાસન, ભાજપના ગુંડાગીરી અને સરમુખત્યારશાહીથી કંટાળી ગયા છે, હવે ગુજરાતના લોકો ભાજપને જવાબ આપશે.

આ પણ વાંચો: ઠાકરે બંધુ મરાઠી ઓળખના આધારે મહારાષ્ટ્ર પર રાજ કરી શકશે? ક્યા પડકારોનો સામનો કરવો પડશે

ભાજપ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ શરમજનક છે: ગોપાલ રાય

AAPના ગુજરાત પ્રભારી ગોપાલ રાયએ X પર કહ્યું કે ગુજરાતમાં ભાજપ દ્વારા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ શરમજનક છે. વિસાવદર પેટાચૂંટણીમાં હાર બાદ ભાજપ ગુસ્સે છે, જો તેઓ વિચારે છે કે આવી કાર્યવાહીથી AAP ડરી જશે, તો તે તેમની મોટી ભૂલ છે. ગુજરાતના લોકો ભાજપના જુલમ, ગુંડાગીરી અને સરમુખત્યારશાહીથી કંટાળી ગયા છે, હવે જનતા તેનો યોગ્ય જવાબ આપશે.

Web Title: Politics on arrest of aap mla chaitar vasava arvin kejriwal attacks bjp rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×