scorecardresearch
Premium

Sanand Resort Liquor Party: અમદાવાદ નજીક સાણંદના રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 39 પીધેલા ઝડપાયા

સાણંદ ગ્લેડ વન રિસોર્ટમાં પોલીસનો દરોડો: પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રવિવારે મોડી રાત્રે ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચોને સાથે રાખી રેડ કરી હતી.

Sanand Glade One Resort Police raid on liquor party
સાણંદ ગ્લેડ વન રિસોર્ટમાં પોલીસ રેડ – photo-Social media

Sanand Resort Police Raid: અમદાવાદ નજીકના સાણંદમાં આવેલા ગ્લેડ વન રિસોર્ટમાં રવિવારે મોડી રાત્રે હાઈપ્રોફાઈલ દારુની પાર્ટી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. પોલીસની ટીમે પાર્ટી કરતા લોકો પૈકી 39 લોકોને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. જોકે, આહીં આશરે 100 લોકો હાજર હોવાની માહિતી મળી રહી છે. પકડાયેલા લોકોને પોલીસ સ્ટેશન લાવીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

5 સીલબંધ દારૂની બોટલો, 13 યુવકો અને 26 યુવતીઓ ઝડપાયા

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રવિવારે મોડી રાત્રે ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચોને સાથે રાખી રેડ કરી હતી.

પોલીસની ટીમને ઘટના સ્થળેથી 5 સીલબંધ દારૂની બોટલો તેમજ રેડ દરમિયાન હાજર મહિલા-પુરુષોની બ્રેથ એનેલાયઝરથી તપાસ કરતા 13 યુવકો અને 26 યુવતીઓ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. મળતી માહિતી પ્રમાણે રેસોર્ટમાં આશરે 100 લોકો હાજર હતા. પકડાયેલા તમામ લોકોને પોલીસની ચાર બસોમં સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા.

Police raid on liquor party at Sanand Glade One Resort
સાણંદ ગ્લેડ વન રિસોર્ટમાં પોલીસ રેડ દારુ પાર્ટી ઝડપાઈ – photo- social media

રાતથી સવાર સધી પોલીસની કાર્યવાહી ચાલી

સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ દારુની પાર્ટીમાં 39 લોકો પકડાયા હતા. આ ઉપરાંત કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળતા કબ્જે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પીધેલા પકડાયા હોવાથી પોલીસની ટીમની કાર્યવાહી લાંબી ચાલી હતી. રવિવાર મોડી રાતથી લઈને સોમવારે સવાર સુધી આ ઘટનાની પોલીસ કાર્યવાહી ચાલી હતી.

આ પણ વાંચોઃ- સામૂહિક આત્મહત્યાથી બગોદરા ગામમાં હડકંપ, એક જ પરિવારના 5 લોકોએ જીવન ટુંકાવ્યું

બર્થડે પાર્ટી ચાલુ હતી ને પોલીસ ત્રાટકી

મળતી માહિતી પ્રમાણે આણંદના રિસોર્ટમાં બર્થડે પાર્ટીની દારુની મહેફીલ જામી હતી અને પોલીસની ટીમો ત્રાટકી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ અમદાવાદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સંઘવીની બર્થડે પાર્ટી હતી.

Web Title: Police raid on liquor party at sanand glade one resort near ahmedabad ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×