scorecardresearch
Premium

વડોદરા ગેંગરેપના 3 આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી વળશે, વડોદરા કોર્પોરેશને ફટકારી નોટિસ

વડોદરા ગેંગરેપના આરોપીઓના ઘર પર બુલડોઝર ચાલશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમના ગેરકાયદેસર મકાનો સામે નોટિસ ફટકારવામાં આવી છે. શુક્રવાર સુધી વેલિડિટીનો પુરાવો જમા કરાવવાનો સમય આપવામાં આવ્યો છે.

Vadodara gang rape, Bulldozer, વડોદરા પોલીસ, વડોદરા બળાત્કાર કેસ,
વડોદરા ગેંગરેપના આરોપીઓના ઘર પર બુલડોઝર ચાલશે. (તસવીર: વડોદરા પોલીસ)

Vadodara Crime News: વડોદરા નજીક આવેલ ભાયલી ગામે સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાના 48 કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને પકડવા માટે 1100 થી વધુ સીસીટીવી પણ તપાસ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપીના ઘર પર બુલડોઝર ચાલશે. આ ઘટના 4 ઓક્ટોબરે બની હતી, જ્યારે ત્રણેય આરોપીઓએ પોતાના મિત્ર સાથે બેઠેલી ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર છોકરી પર બળાત્કાર કરીને ફરાર થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે નવરાત્રીના બીજા નોરતે રાત્રે બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ ઘટના નિર્જન સ્થળે બની હતી, જ્યાં કોઈ સીસીટીવી કેમેરા નહોતા અને માત્ર થોડા લોકો જ આવતા-જતા હતા. રાત્રે 11 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના અંગે ACPની દેખરેખ હેઠળ 2 પોલીસ ઈન્સ્પેક્ટર, 8 પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને 55 પોલીસકર્મીઓ સહિત 65 લોકોની ટીમ ક્રાઈમ ડિટેકશનમાં વ્યસ્ત હતી.

ત્યાં કોઈ સીસીટીવી કેમેરા ન હતા, તેથી પોલીસે તપાસ માટે રિવર્સ સીસીટીવી તપાસ શરૂ કરી. ઘટનાના એક કલાક પહેલા ભાયલી અને તેની આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા, જેમાં એકમાં આરોપી વાહન સાથે જતો જોવા મળ્યો હતો. જેના કારણે પોલીસના ધ્યાને આવ્યું કે આરોપીઓ તેમની બાઇક એક જગ્યાએ પાર્ક કરીને બીજે ક્યાંક ચાલ્યા ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તેઓ પાન પાર્લરમાં ગયા હતા. બાદમાં પોલીસે સતર્કતા દાખવી ત્રણેયને પકડી લીધા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત, છેલ્લા ત્રણ વર્ષમાં દુષ્કર્મ અને છેડતીની ઘટનાનો આંકડો ચોંકાવનારો

આ સમયગાળા દરમિયાન 5થી 6 ટાવરના 4 લાખથી વધુ ફોન ટાવરોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 60 શંકાસ્પદ ફોન કનેક્શન મળી આવ્યા હતા. ઘટના બાદ આરોપીઓએ રાત્રે 1.30 વાગ્યે રજવાડી હોટલમાં ચા પીધી હતી. પોલીસને આ સ્થળેથી મહત્વની કડી મળી હતી.

પોલીસે આરોપી મુન્નાને રાત્રે 1 વાગ્યે તેના ઘરેથી સૂતો હતો ત્યારે પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કર્યા બાદ તેણે અન્ય બે આરોપીઓ મુમતાઝ અને શાહરૂખના નામ આપ્યા હતા અને તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રાત્રે 1 થી 4 વાગ્યાની વચ્ચે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. આ સમયગાળા દરમિયાન 45 કિમીના રૂટને આવરી લેતા 1100 થી વધુ સીસીટીવી કેમેરાના 70 હજારથી વધુ ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી અને 4 લાખથી વધુ કોલ્સ ટ્રેસ કરવામાં આવ્યા હતા. પોલીસે 48 કલાકમાં આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીઓ ક્યાંના છે?

આરોપી મુન્ના અબ્બાસ બંજારા ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના મહુવા પાકડ ગામનો રહેવાસી છે અને તે 10 વર્ષ પહેલા વડોદરા આવ્યો હતો. તે વડોદરાના તાંદલજામાં તેની ગર્ભવતી પત્ની સાથે રહે છે. બીજો આરોપી મુમતાઝ ઉર્ફે આફતાબ બંજારા ઉત્તર પ્રદેશના રામબાગ બાડા ગામનો રહેવાસી છે. 7મા ધોરણ સુધી ભણેલો આફતાબ 14 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાં નોકરી અર્થે વડોદરા આવ્યો હતો અને તાંદલજા વિસ્તારમાં ભાડાના મકાનમાં પત્ની અને 3 બાળકો સાથે રહે છે. ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા ઉત્તર પ્રદેશના અકબરપુર જિલ્લાના લોરપુર તાજનનો રહેવાસી છે, જે 14 વર્ષ પહેલા નોકરી માટે વડોદરા આવ્યો હતો અને તેની પત્ની અને બે બાળકો સાથે વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહે છે અને પીઓપીનું કામ કરે છે.

ગેંગરેપના આરોપીઓના ઘર પર બુલડોઝર ચાલશે

વડોદરા ગેંગરેપના આરોપીઓના ઘર પર બુલડોઝર ચાલશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમના ગેરકાયદેસર મકાનો સામે નોટિસ ફટકારવામાં આવી છે. શુક્રવાર સુધી વેલિડિટીનો પુરાવો જમા કરાવવાનો સમય આપવામાં આવ્યો છે.

Web Title: Police arrested 3 accused of vadodara gang rape within 48 hours bulldozer will be run on their house

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×