(રિતુ શર્મા) PM Narendra modi and Vadnagar : ઘણીવાર આપણે આપણા શહેર\ગામ\નગર વિશે કહીએ છીએ કે મારા શહેરે મારું ઘડતર કર્યુ છે અથવા હું જે પણ છું તેમાં મારી ધરતીનો ફાળો છે. પરંતુ ગુજરાતમાં એક એવું નગર છે જેના સર્જનની વાર્તા આપણે સામાન્ય રીતે કહીએ છીએ તેના કરતા થોડીક હટકે છે. એક નગર જેને તેના એક બાળકથી દુનિયાભરમાં ઓળખાણ મળી છે. જી હા, આવી જ કંઈક કહાણી છે ગુજરાતના વડનગરની.
આ વિસ્તારને લઇને ઉંમરલાયક વ્યક્તિઓ યાદ કરતા જણાવે છે કે, તે ભારતના એવા ગામડાઓ પૈકીનું એક હતુ, જ્યાં એક હાઇસ્કૂલ હતી પરંતુ યોગ્ય રોડ-રસ્તાઓ કે નળમાં પાણી જેવી સુવિધાઓ ન હતી. જ્યાં વીજળી ક્યારે આવશે કે જશે તેનો કોઇ સમય નક્કી ન હતો. પરંતુ પરિસ્થિતિઓ બદલાઇ અને સારા દાહડા આવતા ગુજરાતનું નાનકડું આ વડનગર દુનિયાભરમાં પ્રસિદ્ધ થઇ ગયુ. આ બધા પાછળનું એક મુખ્ય કારણ હતુ ત્યાંનું એક બાળક.

તે બાળકનું નામ છે નરેન્દ્ર મોદી છે. હાલ આ બાળક ભારત દેશના વડાપ્રધાન છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદથી તો વડનગરના દિવસો જ પલટાઇ ગયા છે. કાચા રોડ-રસ્તા વાળો આ વિસ્તાર હાલ એક નગર પાલિકા છે. જેમાં વિકાસના ઘણા પ્રોજેક્ટોની કામગીરી ચાલી રહી છે, સંસ્થાઓ છે, સિમેન્ટના પાકા રોડ-રસ્તા છે, એક રિંગ રોડ છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માદરે વતનના પ્રવાસે આવ્યા હતા અને ત્યારે તેમણે એક નવા પ્રોજેક્ટની ભેટ આપી, જે શાળામાં તેઓ ગયા હતા, તેને ‘પ્રેરણા પરિસર’ તરીકે વિકસીત કરવાની યોજનાની ઘોષણા કરી. ઉપરાંત વડનગરને વર્ષ 2040 સુધી વિકાસીત કરવા માટે એક માસ્ટર પ્લાન હેઠળ ચાર ક્ષેત્રમાં વિભાજીત કરવાની પણ છે.
2500 વર્ષ જૂની સંસ્કૃતિનો ઇતિહાસ
જ્યારે વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આ વિસ્તાર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. લગભગ ચાર વર્ષ પછી ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે આ વિસ્તારમાં ખોદકામ શરૂ કર્યું. અગાઉ 1953ની આસપાસના ખોદકામમાં લગભગ 2,500 વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા. 2005 અને 2013 દરમિયાન થયેલા ઉત્ખન્નને વડનગરનું બૌદ્ધ ધર્મ સાથે જોડાણ હોવાના પુરાવા આપ્યા હતા. જેમાં બૌદ્ધ મઠોના નિશાન અને અવશેષો મળ્યા છે, પ્રસિદ્ધ ચીની પ્રવાસી હ્યુન ત્સાંગે આ વિસ્તારની મુલાકાત લીધી હતી.

મોદી સરકારે વડનગરમાં બે પ્રખ્યાત બહેનો અને પ્રતિભાશાળી ગાયકોના નામ પરથી વાર્ષિક તાના-રીરી સંગીત ઉત્સવની શરૂઆત કરી છે. એવું કહેવાય છે કે તે બંને બહેનોએ મુગલ બાદશાહ અકબરના દરબારમાં ગાયન રજૂ કરવાના બદલે પોતાનો જીવ આપી દીધો હતો.
આ પણ વાંચોઃ નહેરુ મેમોરિયલનું નામ બદલી પીએમ મ્યુઝિયમ કરાયુ, આઝાદી પૂર્વે બનેલા આ ત્રણ મૂર્તિ ભવનનો શું છે ઇતિહાસ
પીએમ મોદીનો તેમના વતન સાથેનો પ્રેમમાં ક્યારેય ઓટ આવી નથી
વર્ષ 2014માં તેમની પ્રથમ લોકસભા ચૂંટણી વખતે પીએમ મોદીએ વડોદરા અને વારાણસી એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતા. તે સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ અવારનવાર તેમના બાળપણ અને વડનગર સાથે જોડાયેલી વાતોનો ઉલ્લેખ કરતા જોવા મળતા હતા કે તેઓ કેવી રીતે તે નગરથી અહીંયા સુધી પહોંચ્યા છે.

અલબત્ત, તેમણે બંને બેઠકો જીત્યા બાદ વડોદરાને છોડી દીધું, પરંતુ ભાજપ સરકાર અને પીએમ મોદી ક્યારેય વડનગરની અવગણના કરી શક્યા નથી. વડાપ્રધાન તરીકે મોદીની મહેમાનગતિ માણનાર યજમાનોમાં ચીનના વડાપ્રધાન શી જિનપિંગ હતા અને બંનેએ બૌદ્ધ સંબંધો માટે અમદાવાદમાં સાથે સમય વિતાવ્યો હતો. એવી જ રીતે મોદીએ 2017માં ગુજરાતમાં જાપાનના પીએમ શિન્ઝો આબેને મહેમાનગતિ કરાવી હતી.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો