Morbi Bridge Collapse: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મોરબી પહોંચ્યા હતા અને અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ ઘટનાસ્થળે પીએમ મોદીને સંપૂર્ણ માહિતી આપી, ઘટના કેવી રીતે બની અને કેવી રીતે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
આ પછી પીએમ મોદીએ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી તમામ ટીમોને પણ મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ બચાવ કાર્યમાં લાગેલા સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. આ પછી પીએમ મોદી સીધા મોરબીની સિવિલ હોસ્પિટલ ગયા, જ્યાં તેઓ ઘાયલોને મળ્યા.
મોરબી અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 135 થયો છે. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે, 30 ઓક્ટોબરે મોરબીમાં મચ્છુ નદી પર બનેલો કેબલ બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટના સમયે બ્રિજ પર 300થી વધુ લોકો હાજર હતા.
અત્યાર સુધીમાં 135 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે બે લોકો લાપતા છે. તો, 17 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે મોરબીનો ઝુલતો પુલ તૂટવાથી મોટી સંખ્યામાં લોકોના મોત થતા સમગ્ર ગુજરાતમાં માતમનો માહોલ છે અને સમગ્ર રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી આવી રહ્યા છે ત્યારે શહેરની સરકાર દ્વારા સંચાલિત જીએમઇઆરએસ હોસ્પિટલમાં કલરકામ કરવામાં આવી રહ્યુ છે.
મોરબીની કરુણાંતિકાથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મોરબીની સરકારી હોલ્પિટલમાં હાલ કલરકામ અને રિપેરિંગ કામ કરવાની હાલ શું જરૂર છે તેવા પ્રશ્નો થઇ રહ્યા છે.
આ પણ વાંચો – ફોટો બગડવો ન જોઇએ – PM મોદીના આગમન પહેલા મોરબીની હોસ્પિટલમાં રંગરોગાનથી લોકોમાં ભારે રોષ
ઈન્ડિયન એક્સપ્રેસે GMERS હોસ્પિટલના પહેલા માળે પીડિયાટ્રિક વોર્ડમાં જ્યાં ઝુલતા પુલની દૂર્ઘટનામાં બચી ગયેલા લોકોની સારવાર કરવામાં આવી રહ્યા છે ત્યારે કાટ લાગેલા ટેબલ – પલંગ અને દિવાલ-બારીઓ પર કલરકામ, તુટેલા ફ્લોરિંગની ટાઇલ્સનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે.