scorecardresearch

અમદાવાદમાં PM મોદીએ ઓપરેશન સિંદૂરને લઈ કહ્યું, ’22 મિનિટમાં બધુ સફાચટ કરી નાંખ્યું’

PM Modi Gujarat Visit Today: પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેમની મુલાકાતના પહેલા દિવસે પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કર્યા બાજ આજે સાંજે નિકોલમાં જાહેર સભામાં સંબોધન કર્યું હતું.

PM Narendra modi in Gujarat
પીએમ મોદીએ નિકોલ ધોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધી હતી. (તસવીર: X)

PM Narendra Modi Ahmedabad Visit: પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેમની મુલાકાતના પહેલા દિવસે પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કર્યા બાજ આજે સાંજે નિકોલમાં જાહેર સભામાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ નિકોલ ધોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો અને જાહેર જનતાને કહ્યું હતું કે, આપણી સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ માત્ર 22 મિનિટમાં બધુ સફાચટ કરી નાંખ્યું, નક્કી કરેલા આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી નાંખ્યા હતા.

ગુજરાત બે મોહનોની ભૂમિ છે: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું હતું કે ગુજરાત બે મોહનોની ભૂમિ છે. એક સુદર્શન ચક્રધારી મોહન એટલે કે દ્વારકાધીશ. બીજો ચરખાધારી પૂજ્ય બાપુ. આપણે બંનેએ બતાવેલા માર્ગ પર ચાલીને આગળ વધી રહ્યા છીએ. સુદર્શન ચક્રધારીએ સમાજનું રક્ષણ કેવી રીતે કરવું તે શીખવ્યું. તેમણે સુદર્શન ચક્રને ન્યાયનું ઢાલ બનાવ્યું.

અમદાવાદમાં પીએમ મોદીએ શું કહ્યું

અમદાવાદમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું, “આ સમયે દેશભરમાં ગણેશ ઉત્સવનો અદ્ભુત ઉત્સાહ છે. ગણપતિ બાપ્પાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. મારું સૌભાગ્ય છે કે આજે મને તમારા બધાના, લોકોના ચરણોમાં ઘણા વિકાસ પ્રોજેક્ટ્સ સમર્પિત કરવાની તક મળી છે. હું તમને બધાને આ વિકાસ કાર્યો માટે અભિનંદન આપું છું.”

દુશ્મનો 22 મિનિટમાં જ બરબાદ થઈ ગયા: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, “આક્રમણકારો… તેઓ આપણું લોહી વહેવડાવતા હતા અને દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકારે કંઈ કર્યું નહીં. પરંતુ આજે આપણે આતંકવાદીઓ અને તેમના આકાઓને છોડતા નથી, ભલે તેઓ ગમે ત્યાં છુપાયેલા હોય. દુનિયાએ જોયું છે કે ભારતે પહેલગામનો બદલો કેવી રીતે લીધો છે. તેઓ માત્ર 22 મિનિટમાં જ બરબાદ થઈ ગયા. ઓપરેશન સિંદૂર… આપણી સેનાની વીરતા અને સુદર્શન ચક્રધારી મોહનની ભારતની ઇચ્છાશક્તિનું પ્રતીક બની ગયું છે.”

આ પણ વાંચો: અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શો, લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું; જુઓ તસવીરો

પીએમ મોદીનો કાલનો કાર્યક્રમ (26 ઓગસ્ટ 2025)

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ઓગસ્ટ 2025, સવારે 10 વાગ્યે હાંસલપુર સુઝુકી મોટર્સના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
  • ત્યારબાદ ઈવી બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે.
  • ત્યારબાદ પીએમ મોદી દિલ્હી જવા માટે રવાના થશે.

પીએમ નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન અમદાવાદના નિકોલ ખાતેથી તેઓ 133.42 કરોડ રુપિયાના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ અમલમાં આવેલા આ પ્રોજેક્ટથી સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારોને આધુનિક સુવિધાઓ સાથે પોતાનાં સપનાનું નવું ઘર મળશે.

Web Title: Pm narendra modi mentions operation sindoor in ahmedabad targets congress rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×