scorecardresearch
Premium

PM Narendra Modi Gujarat : પીએમ નરેન્દ્ર મોદીનો વધુ એક ગુજરાત પ્રવાસ, ચૂંટણીની તારીખ જાહેર થશે? જુઓ કાર્યક્રમ

PM Narendra Modi Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra modi) સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પાંચ દિવસ ગુજરાતની મુલાકાતે (Gujarat Visit) રહેશે, ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ (gujarat assembly election 2022 date) જાહેર થઈ શકે છે, જેમાં તેઓ સુરત (Surat), ભાવનગર (Bhavnagar), અમદાવાદ (Ahmedabad), અંબાજી (Ambaji) અને મોડાસા (Modasa)માં જનસભા સંબોધશે (Speech) અને વિવિધ કાર્યક્રમો (program)…

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ

PM Narendra Modi in Gujarat : ગુજરાત વિધાનસભા ચૂંટણી (gujarat assembly election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યના તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. ગુજરાત ભાજપા (Gujarat BJP) ને વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત પ્રાપ્ત થાય તે માટે પીએમ મોદી (PM Moબીdi) ચૂંટણી પહેલા અનેક વખત ગુજરાતનો પ્રવાસ (PM Modi Gujarat Visit) કરી શકે છે. આ અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદીની પણ ગુજરાત મુલાકાત વધી રહી છે. પીએમઓ (PMO) દ્વારા પીએમના આગામી ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ તૈયાર કરી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લગભગ 5 જનસભાને સંબોધન કરી શકે છે. આ મહિનામાં એટલે કે સપ્ટેમ્બરની 29 અને 30 તારીખે પીએમ મોદી નવરાત્રીના દિવસોમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ કાર્યક્રમ

પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી 29, 30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજી જશે. અને 9 ઓક્ટોબરે મોડાસાની સંભવિત મુલાકાત લઈ શકે છે. પીએમ મોદી 29, 30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત પ્રવાસમાં પીએમ મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભાને સંબોધિત કરશે.

પીએમ મોદી ગુજરાત પ્રવાસમાં શું કરશે

રાજ્ય સરકાર અને સંબંધિત શહેરોની મહાનગર પાલિકાઓ વતી વિકાસ કામોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે બોલાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુલાકાત દરમિયાન, અમદાવાદમાં અનેક પ્રોજેક્ટ જનતાને સમર્પિત કરવામાં આવશે, જ્યારે અંબાજીના વિકાસ કાર્યો અને યાત્રાળુઓ માટે તૈયાર કરવામાં આવેલી નવી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરશે?

26 સપ્ટેમ્બરે શરૂ થતી નવરાત્રિ 6 ઓક્ટોબરે પૂરી થશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ તરફથી વિધાનસભા ચૂંટણીની જાહેરાત લગભગ 15 ઓક્ટોબરની આસપાસ થઈ શકે છે. 2017માં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, આ વખતે વિધાનસભા ચૂંટણીની જાહેરાત થોડા દિવસો પહેલા થઈ શકે છે. 2017માં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે મતદાન થયું અને 18 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થયા.

Web Title: Pm narendra modi gujarat visit program gujarat assembly election 2022 date surat bhavnagar ahmedabad ambaji modasa

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×