scorecardresearch
Premium

પીએમ મોદી 7 માર્ચથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, આવો છે સંપૂર્ણ કાર્યક્રમ, રાહુલ ગાંધી પણ રાજ્યની મુલાકાતે

PM Modi Gujarat Visit : પીએમ નરેન્દ્ર મોદી 7 માર્ચથી બે દિવસના ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આગમને લઈ તંત્ર સુરક્ષા વ્યવસ્થાનાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી પણ 7 માર્ચથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે

pm narendra modi gujarat visit, pm modi gujarat visit
PM Modi Gujarat Visit : પીએમ નરેન્દ્ર મોદી 7 માર્ચથી બે દિવસના ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે (તસવીર – બીજેપી ગુજરાત ટ્વિટર)

PM Modi Gujarat Visit : પીએમ નરેન્દ્ર મોદી 7 માર્ચથી બે દિવસના ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી સુરત અને નવસારીમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદીનાં આગમને લઈ તંત્ર સુરક્ષા વ્યવસ્થાનાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી સુરતમાં વિશાળ સભાને સંબોધિત કરશે. આ સભામાં અંદાજે 1 લાખ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે 8 મીએ પીએમ નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે.

સુરતમાં પીએમ મોદી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભોના વિતરણની શરૂઆત કરવામાં આવશે.

પીએમ મોદીનો ગુજરાતનો કાર્યક્રમ

  • 7 માર્ચ શુક્રવારે વડાપ્રધાન મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર બપોરે 1.30 કલાકે આવશે.
  • એરપોર્ટથી સીધા સેલવાસા જશે. સેલવાસાથી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટિયા હેલીપેડ પહોંચશે.
  • પીએમ મોદી પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી 3 કિમીનો રોડ શો કરશે.
  • સાંજે 5 વાગ્યે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદી જાહેર સભાને સંબોધશે.
  • અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે.
  • 8 માર્ચ શનિવારે સુરત એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે..

પીએમ મોદીની સુરક્ષા માટે 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર-જિલ્લાની 3000થી વધુ પોલીસ તહેનાત રહેશે. IPSથી લઈ PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPની 4 ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મહિલા પોલીસ બનશે PM મોદીનું સુરક્ષા કવચ

સુરત શહેરી વિસ્તાર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર

પીએમ મોદી 7 માર્ચે સુરતની મુલાકાતે આવવાના છે. આ સંજોગોમાં વડાપ્રધાનની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચે એ હેતુથી પોલીસ કમિશનરે બહાર પાડીને સુરતના શહેરી વિસ્તારને નો ડ્રોન ફલાય ઝોન જાહેર કર્યો છે. આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે.

રાહુલ ગાંધી પણ બે દિવસ ગુજરાતના પ્રવાસે

લોકસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી 7 અને 8 માર્ચ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે. કોંગ્રેસ ભવનમાં સવારે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ અલગ બેઠક મળશે. આ તમામ બેઠક અલગ અલગ સ્થળે મળશે. પ્રથમ બેઠક પ્રદેશ નેતા, વિપક્ષ નેતા અને પૂર્વ પ્રદેશના પ્રમુખ તથા પૂર્વ વિપક્ષના નેતા સાથે થશે.કાર્યકરો સાથે મુલાકાત પણ કરશે.

Web Title: Pm narendra modi gujarat visit for two days march 7 and 8 know pm full schedule and route ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×