scorecardresearch
Premium

ગુજરાતમાં પીએમ મોદીનો બીજો દિવસઃ વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

PM Narendra Modi Gujarat visit day 2: આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રો ટ્રેન પહેલા ફેઝની શરુઆત, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફથી લઈને અંબાજી માતાના દર્શન કરીને દિલ્હી રવાના થશે.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને એક વધુ મોટી ભેટ મળી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને એક વધુ મોટી ભેટ મળી છે.

અમદાવાદઃ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM modi Gujarat visit) આજે બીજો દિવસ છે. આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રો ટ્રેન પહેલા ફેઝની (Metro train) શરુઆત, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને (Vande bharat express train) ફ્લેગ ઓફથી લઈને અંબાજી માતાના દર્શન કરીને દિલ્હી રવાના થશે. જોકે, પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો, સુરતવાસીઓને સંબોધ્યા હતા. જ્યારે નેશનલ ગેમ્શનો આરંભ પણ કરાવ્યો હતો. આ ઉપરાંત ભાવનગર ખાતે કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ પણ કરાવ્યું હતું. આજે શુક્રવારે 30 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રો ટ્રેન પહેલા ફેઝની શરુઆત કરાવશે.

PM નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે

પહેલો દિવસ (29-09-2022)

  • 11.15 કલાકે પ્રધાનમંત્રી મોદીનું સુરત ખાતે આગમન થશે
  • સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે
  • 1:00 વાગ્યા બાદ ભાવનગર જવાના રવાના થશે
  • ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન
  • બપોરે 2થી 3 વાગ્યા સુધી પ્રધાનમંત્રી મોદી રોકાશે
  • સાંજે 4 વાગે અમદાવાદમા પ્રધાનમંત્રી મોદીનું આગમન થશે
  • અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે
  • સાંજે 7 વાગ્યે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
  • રાત્રે 9 વાગ્યે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં આપશે હાજરી
  • પીએમ મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે

બીજો દિવસ (30-09-2022)

  • સવારે 10.15 કલાકે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ફ્લેગ ઓફ કરાવશે
  • PM મોદી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે
  • PM મોદી સવારે 11.30 કલાકે કાલુપુરથી મેટ્રો ટ્રેનના 1 રૂટની શરૂઆત કરાવશે
  • કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
  • બપોરે 12:30 વાગ્યે અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે પીએમ
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી રાજભવન જશે
  • PM મોદી બપોરે 3.30 કલાકે દાંતા જવા રવાના થશે
  • દાંતામાં સાંજે 4.45 વાગ્યે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
  • પીએમ અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
  • PM મોદી સાંજે 7 વાગે ગબ્બર ખાતે દર્શન કરશે
  • રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  • રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.

પીએમ મોદી મેટ્રો ટ્રેનના ફેઝ એકની શરુઆત કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન પોતાના ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો ટ્રેનના પહેલા ફેઝની શરુઆત કરાવશે. મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ એટલે કે પૂર્વ અને પશ્વિમને જોડનારો થલતેજથી વસ્ત્રાલ રૂટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજથી વસ્ત્રાલ રૂટનું ઉદ્ધાટન કરશે. ઉલ્લેખનીય છે કે મેટ્રો ટ્રેન પ્રથમ ફેઝ કુલ 40 કિલીમીટરનો છે. ફેઝ એકમાં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદાના થલતેજથી લઇને વસ્ત્રાલ સુધીના રૂટ પર 17 મેટ્રો સ્ટેશન આવશે. 21 કિલીમીટરના લાંબા કોરીડોરમાં મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પણ પસાર થયા છે જયારે શહેરની નીચેથી પણ પસાર થાય છે. જયારે ઉત્તર –દક્ષિણ કોરીડોર 18.87 કિલોમીટરનો છે જે વાસણા એપીએમસીથી લઇને મોટેરા ગામ સુધીનો છે..આ રૂટ ઉપર 15 મેટ્રો સ્ટેશન આવશે.

Web Title: Pm narendra modi gujarat visit ahmedabad metro train inauguration

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×