scorecardresearch
Premium

PM Narendra Modi Gujarat : પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, માદરે વતનમાં ઉત્સાહ, જાણો પૂરો કાર્યક્રમ?

PM Narendra Modi Gujarat : પીએમ મોદી ગુજરાત પ્રવાસ સમયે અંબાજી (Ambaji) મંદિરે (Temple) દર્શન કરવા જશે, આ સિવાય ખેરાલુ (Kheralu) ના ડભોડા ગામે (Dabhoda Village) જનસભા સંબોધશે, તથા કેવડિયા કોલોની (kevadiya colony) પરેડ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

PM Narendra Modi Gujarat | PM Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા (તસવીર – બીજેપી ગુજરાત ટ્વિટર )

PM Narendra Modi Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ તેમના માદરે વતન ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે અમદાવાદથી અંબાજી જશે અને ખેરાલુ તાલુકામાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ સિવાય તેઓ નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

પહેલા અંબાજી દર્શન કરી પછી ખેરાલુ આવશે

લોકસભા ચૂંટણી 2024 પહેલા પીએમ મોદી ગુજરાત પ્રવાસે અંબાજી માતાના દર્શન કરવા જવાના છે. 30 ઓક્ટોબરે પહેલા તેઓ અંબાજી દર્શન કરવા જશે, ત્યારબાદ ખેરાલુના ડભોડામાં જનસભા સંબોધી, ધરોઈ પ્રોજેક્ટ સહિતના 4778 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે. આ સિવાય તેઓ 31 ઓક્ટોબરે કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પરેડમાં પણ હાજરી આપશે, ત્યારબાદ બપોરે વડોદરાથી દિલ્હી પરત જવા રવાના થશે.

પીએમ મોદીના આગમની તૈયારીઓ શરૂ

તમને જણાવી દઈએ કે, પીએમ મોદીના આગમનને લઈ ગુજરાત સહિત મહેસાણા જિલ્લાનું ભાજપા સંગઠન અને વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર પોતાની તૈયારીમાં લાગી ગયું છે. પીએમ મોદી ખેરાલુના ડભોડા ખાતે જનસભા સંબોધશે. પીએમ મોદીનું વતન વડનગર પણ ખેરાલુની નજીક જ છે, જેને પગલે પીએમ મોદી અહીં આવવાના હોવાથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીની જનસભામાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી ધારણાને પગલે મોટો ડોમ બનાવવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે, આ ડોમમાં 1 લાખ લોકોનો સમાવેશ કરી શકાશે. આ સિવાય ડોમમાં 50 હજાર ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચોPatang Hotel : અમદાવાદની પ્રતિષ્ઠિત પતંગ હોટેલ ફરી ફરતી થઈ, સુનિલ શેટ્ટીએ કર્યુ ઉદ્ધાટન, હવે કેવી હશે સુવિધા? હોટલ કોણે બનાવી હતી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ – પૂરો કાર્યક્રમ

30 ઓક્ટોબરે – સવારે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે
30 ઓક્ટોબરે – 10.20 કલાકે અંબાજી પહોંચશે
30 ઓક્ટોબરે – 10.30 કલાકે અંબાજી દર્શન કરશે
30 ઓક્ટોબરે – 11.45 એ ખેરાલુ પહોંચશે
30 ઓક્ટોબરે – 12 વાગે ડભોડામાં જનસભા સંબોધશે
30 ઓક્ટોબરે – બપોરે 2 વાગે ગાંધીનગર પહોંચશે
30 ઓક્ટોબરે – રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે
31 ઓક્ટોબરે – સવારે 6.45 એ ગાંધીનગરથી કેવડીયા જશે
31 ઓક્ટોબરે – 8 વાગે કેવડીયા પહોંચી પરેડમાં હાજરી આપશે
31 ઓક્ટોબરે – બપોરે 1 કલાકે વડોદરા પહોંચી દિલ્હી જવા રવાના થશે

Web Title: Pm narendra modi gujarat program ambaji kheralu dabhoda kevadiya colony gandhinagar km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×