PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજ 28 ઓક્ટોબરે ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી વડોદરામાં વિમાન સંયંત્રની અંતિમ એસેમ્બલીલાઈનનું પણ ઉદ્ઘાટન કરશે. 28 ઓક્ટોબરે પીએમ મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાંચેજ ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ પ્લાન્ટની ફાઈનલી એસેમ્બરલીલાઈનના ઉદ્ઘાટનમાં સામેલ થવાના છે. હાલમાં તેને લઈ વડોદરા શહેરમાં તૈયારીઓ ચાલી રહી છે. સ્પેનના તત્કાલિન વડાપ્રધાન પેડ્રો સાંચેજ લક્ષ્મી વિલાસ પેલેસમાં શાહી ભોજન કરશે. આ દરમિયાન ભારત અને સ્પેનની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સાઈન થશે.
જ રસ્તાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપાર થવાના છે તે રસ્તાઓને કારપન્ટીંગ, બ્રીજ પર કલર અને રોડની બંને તરફની ફુટપાથ પર કામ ચાલી રહ્યું છે. વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર મોટા-મોટા અક્ષરો લગાવવામાં આવશે. પીએમ મોદીના આગમનને લઈ વડોદરા શહેરના અમિત બ્રીજની કાયાપલટ કરવામાં આવી રહી છે.
આ કામ 20 ઓક્ટોબર સુધીમાં પતાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય પીએમ મોજી જે રસ્તા પરથી પસાર થવાના છે, તે રસ્તાઓ પર પેચ વર્ક, ખાડાઓ ભરવા, ફુટપાથનું સમારકામ અને તૂટેલા ડિવાઈડરોનું પણ કામ ચાલી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, વાયુસેના માટે પહેલા મેડ ઈન ઈન્ડિયા C295 માલવાહક વિમાનનું નિર્માણ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને સ્પેનની એરબેસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની દ્વારા ન્યૂ વીઆઈપી રોડ વડોદરા ખાતે કરવામાં આવી રહ્યું છે. જે વર્ષ 2026માં બનીને તૈયાર થશે. પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વિમાન પ્લાન્ટની ફાઈનલ એસેમ્બલી લાઈનું ઉદ્ઘાટન કરશે.