પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વડોદરામાં સ્પેનનાં પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજ સાથે ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કોમ્પલેક્સમાં C-295 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ બનશે. સ્પેન અને ભારત વચ્ચે 56 વિમાન બનાવવાનો કરાર થયો છે. આ અવસર પર પીએમ મોદીએ ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, જો આજે તેઓ આપણી સાથે હોતા તો તેમને વધુ ખુશી થાત.
રતન ટાટા જ્યાં પણ હશે તેમને ખુશ થશે
પીએમ મોદીએ ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કરતા રતન ટાટાને યાદ કરતા કહ્યું કે,’તાજેતરમાં જ આપણે ભારતના સપૂત રતન ટાટાજીને ગુમાવી દીધા. જો આજે તેઓ આપણી વચ્ચે હોતા તો તેમને ખુશી મળતી પરંતુ તેમની આત્મા જ્યાં પણ હશે, તેમને ખુશી મળશે.’ પ્રધાનમંત્રીએ આ અવસર રર સંભોધન કરતા આગળ કહ્યું કે આ સી-295 વિમાન ફેક્ટરી નવા ભારતની નવી કાર્યપદ્ધતિને દર્શાવે છે.
પીએમ મોદીએ કરી મોટી વાત
PM Modi On Ratan Tata: વડાપ્રધાને પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે વડોદરામાં ટ્રેનના કોચ બનાવવા માટે એક ફેક્ટરી લગાવવાનો નિર્ણય કર્યો હતો. આ ફેક્ટરીને રેકોર્ડ સમયમાં પ્રોડક્શન માટે તૈયાર પણ કરી લીધી હતી અને આજે આપણે તે ફેક્ટરીમાં મેટ્રો કોચને બીજા દેશમાં નિર્યાત કરી રહ્યા છીએ. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ ફેક્ટરીમાં બનેલા વિમાન પણ અન્ય દેશોમાં નિર્યાત કરવામાં આવશે.
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરના ભાવ, ક્રેડિટ કાર્ડના નિયમ અને બેંકમાં રજા… 1 નવેમ્બરથી શું આ 6 નિયમો બદલાઈ જશે
86 વર્ષની ઉંમરે થયુ રતન ટાટાનું નિધન
ઘરના રસોડામાં ઉપીયોગ થતું મીઠુથી લઈ વિમાન સુધીનો બિઝનેસ કરનાર ટાટા ગ્રુપને બુલંદિયો પર પહોંચાડનારા રતન ટાટાનું નિધન ગત 9 ઓક્ટોબરે થયુ હતું. તેમણે મુંબઈની બ્રિચ કેંડી હોસ્પિટલમાં 86 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં સામેલ રહેલા રતન ટાટા ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000)થી સન્માનિત વ્યક્તિ હતા. રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937 બોમ્બેમાં થયો હતો.