scorecardresearch
Premium

પીએમ મોદી ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો સોમવારનો કાર્યક્રમ, ક્યાં જશે અને શું કરશે?

PM Modi Gujarat Visit : ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના આંગણે પધારેલ પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

pm modi gujarat visit, pm modi gujarat, pm modi, પીએમ મોદી ગુજરાત વિઝિટ
હાલમાં પીએમ મોદીના આગમનને લઈ વડોદરા શહેરમાં તૈયારીઓ ચાલી રહી છે. (તસવીર – બીજેપી ગુજરાત ટ્વિટર)

PM Modi Gujarat Visit : પીએમ નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થયું છે. રવિવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના આંગણે પધારેલ પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન અને મુખ્યમંત્રી અમદાવાદ એરપોર્ટથી સીધા વડસર જવા રવાના થયા હતા. જ્યાં એરફોર્સ સ્ટેશન જશે અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. આ પછી ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા હતા. રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

પીએમ મોદીનો 16 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

પીએમ મોદીના 16 સપ્ટેમ્બરના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 9.45 કલાકે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. આ પછી 10.30 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો – મેટ્રો ટ્રેન હવે અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દોડશે, તસવીરોમાં જુઓ મેટ્રો સ્ટેશનનો જોરદાર નજારો

આ પછી બપોરે 1:45 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. પીએેમ મોદી સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. બપોરે 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.

Web Title: Pm modi gujarat visit today schedule program first after becoming pm for third time ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×