Ahmedabad Plane Crash News : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. આ પ્લેનમાં ક્રુ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. જેમાં ઘણાના મોતની આશંકા છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રુપાણીનું નિધન થયું છે. ગુજરાતના ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ પૃષ્ટી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા. વિમાન દુર્ઘટના પર અમિત શાહે કહ્યું – પ્લેનમાં સવા લાખ લીટર ઇંધણ હતું, બચાવવાની તક મળી નહીં.
અમદાવાદ વિમાન દુર્ઘટના પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – ભયાવહ ત્રાસદી, દરેક મદદ માટે તૈયાર
ગુરુવારે અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ ભારતને દરેક રીતે મદદ કરવા તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે આ એક ભયાનક અકસ્માત હતો. અમારી સંવેદના ભારત સાથે છે. અમે ચોક્કસપણે જે કંઈ કરી શકીએ તે કરીશું. ટ્રમ્પ વહીવટીતંત્રે તપાસમાં મદદ કરવા માટે યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ ભારતને શક્ય તેટલી મદદ કરશે.
ટેકઓફના બે મિનિટમાં પ્લેન થયું ક્રેશ
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયાની ઘટના બાદ આગ લાગી હતી. જેના પગલે ધૂમાડાના ઘોટે ઘોટા દેખાયા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
https://platform.twitter.com/widgets.js#watch अहमदाबाद विमान दुर्घटना | केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "इस विमान में कुल मिलाकर देश और विदेश के 230 यात्री और 12 क्रू मेंबर सवार थे। इसमें से 1 यात्री के बचने का अच्छा समाचार मिला है। मैं उनको मिलकर आया हूं। मृत्यु का आकड़ा DNA परीक्षण और यात्रियों की पहचान के बाद… pic.twitter.com/JIWBfhyXKK
— ANI_HindiNews (@AHindinews) June 12, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઇજાગ્રસ્તોને મળ્યા હતા, જેમાં તે વ્યક્તિનો પણ સમાવેશ થાય છે જે ક્રેશ થયેલી ફ્લાઇટ AI171 ના એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ છે.
https://platform.twitter.com/widgets.js#watch अहमदाबाद विमान दुर्घटना | केंद्रीय गृह मंत्री अमित शाह ने घायलों से मुलाकात की, जिनमें एक घायल व्यक्ति भी शामिल है, जो आज दुर्घटनाग्रस्त हुए विमान AI171 का एकमात्र जीवित बचा यात्री प्रतीत होता है। pic.twitter.com/LXHCczANK6
— ANI_HindiNews (@AHindinews) June 12, 2025
ટાટા સમૂહે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે કહ્યું કે અમે ઇજાગ્રસ્તોની પણ મદદ કરીશું અને એ સુનિશ્ચિત કરીશું કે તેમને આવશ્યક દેખભાળ અને સારવાર મળે. આ સિવાય બી.જે મેડિકલ છાત્રાવાસના નિર્માણમાં સહાયતા પ્રદાન કરીશું.
પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રુપાણીનું નિધન થયું છે. ગુજરાતના ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ પૃષ્ટી કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ અને ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે છે.
https://platform.twitter.com/widgets.js#watch | Union Home Minister Amit Shah arrives at the site of Ahmedabad plane crash. Gujarat CM Bhupendra Patel, Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu and Gujarat Home Minister Harsh Sanghavi are also with him. pic.twitter.com/l4WZfWu2S4
— ANI (@ANI) June 12, 2025
અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે એએનઆઈ સાથે ફોન પર વાત કરતા કહ્યું, “પોલીસને સીટ 11A માં એક જીવિત વ્યક્તિ મળી આવી. એક જીવિત વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. ફ્લાઇટ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.”
https://platform.twitter.com/widgets.jsSpeaking to ANI on a phone call, Ahmedabad Police Commissioner GS Malik says, "The police found one survivor in seat 11A. One survivor has been found in the hospital and is under treatment. Cannot say anything about the number of deaths yet. The death toll may increase as the… pic.twitter.com/MZp1ngYgC6
— ANI (@ANI) June 12, 2025
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડું કિંજરાપુ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળ પર સ્થિતિનો તાગ મેળવવા ઘટના સ્થળે પહોંચ્યા.
https://platform.twitter.com/widgets.js#watch | Ahmedabad | Union Minister of Civil Aviation Ram Mohan Naidu Kinjarapu arrives at the Air India plane crash site to take stock of the situation pic.twitter.com/sKB1dzJlxi
— ANI (@ANI) June 12, 2025
યુનાઈટેડ કિંગડમના પૂર્વ પ્રધાનંત્રી ઋષિ સુનકે કહ્યું કે એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનાના કારણે હું ખુબ જ વ્યથિત છું. અમારા બંને દેશો વચ્ચે એક અનોખો બંધન છે. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ એ બ્રિટિશ અને ભારતીય પરિવારો જેમણે આજે પોતાના પ્રિયજનોને ખોઈ દીધા છે.
ગુજરાતના અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચેલા રમીલાએ કહ્યું, ‘મારો દીકરો લંચ બ્રેક દરમિયાન હોસ્ટેલમાં ગયો હતો અને વિમાન ત્યાં ક્રેશ થયું. મારો દીકરો સુરક્ષિત છે અને મેં તેની સાથે વાત કરી છે. તે બીજા માળેથી કૂદી ગયો હતો, તેથી તેને થોડી ઈજાઓ થઈ છે.’
ગુજરાતના અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ પહોંચતા પૂનમ પટેલે કહ્યું, ‘મારી ભાભી લંડન જઈ રહી હતી. એક કલાકમાં મને સમાચાર મળ્યા કે વિમાન ક્રેશ થયું છે. તેથી જ હું અહીં આવી છું.’
અમદાવાદ પોલીસે જાહેર કર્યું 25 ઈજાગ્રસ્તોનું લીસ્ટ
https://platform.twitter.com/widgets.jsAhmedabad Police issues a list of 25 injured in plane crash in Ahmedabad.Additional Chief Secretary of Gujarat Health Department says, "Ahmedabd Civil Hospital students' hostel, staff quarters and other residential areas are located in the area where the plane crashed. About 50… pic.twitter.com/KWlVtuASp8
— ANI (@ANI) June 12, 2025
શીતલ શાહ નામની મહિલાએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે તેમના પડોશીની પુત્રી ફ્લાઈટમાં હતી. અમે તેના વિશે કોઈ અપડેટ મળતી નથી. કોઈ અંદર જવા દેતું નથી.
https://platform.twitter.com/widgets.js#watch | Ahmedabad | A neighbour of an AI-171 passenger waits outside the Civil Hospital. She says, "My neighbour's daughter was on the flight. We don't have any update on her yet as we are not being allowed to go inside." pic.twitter.com/ZUQZo4lrBK
— ANI (@ANI) June 12, 2025
બાંગ્લાદેશના કાર્યકારી વડા મુહમ્મદ યુનુસે પણ અમદાવાદમાં 242 મુસાફરોને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટના દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. “અમદાવાદમાં 242 મુસાફરોને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટના દુ:ખદ અકસ્માતથી આઘાત લાગ્યો છે. અમે બધા શોકગ્રસ્તો અને તેમના પરિવારો માટે પ્રાર્થનામાં જોડાઈએ છીએ. આ મુશ્કેલ સમયમાં બાંગ્લાદેશ ભારતના લોકો અને સરકાર સાથે એકતામાં ઉભું છે.”
આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા ( માતા પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન માં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે. સગા – સ્નેહી જનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે.
તે જ સમયે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘પ્રાથમિક માહિતી અનુસાર, લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ડોક્ટરોની હોસ્ટેલમાં ક્રેશ થઈ ગઈ છે. 2-3 મિનિટમાં પોલીસ અને અન્ય એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. લગભગ 70-80% વિસ્તાર સાફ કરી દેવામાં આવ્યો છે. બધી એજન્સીઓ અહીં કામ કરી રહી છે.’ જોકે પ્રત્યક્ષદર્શીઓએ ઘણા લોકોના મોત થયાના અહેવાલ આપ્યા છે, પરંતુ જાનહાનિ કે ઘાયલોની સંખ્યાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગંભીર રીતે બળી ગયેલા મૃતદેહો આવતા જોવા મળ્યા, જેમાંથી ઘણા ઓળખી શકાયા નહોતા.
હોસ્પિટલ કેમ્પસમાં સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડૉ. પ્રાંજલ મોદીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે બેભાન અવસ્થામાં બચી ગયેલા લોકો પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બચી ગયેલા લોકો ફ્લાઇટના છે કે જ્યાં વિમાન ક્રેશ થયું તે સ્થળના છે.
“મોટાભાગના દર્દીઓ (ક્રેશ પીડિતો) ગંભીર રીતે ઘાયલ છે… તેઓ ઓળખી શકાતા નથી, ચહેરા બળી ગયા છે, તેમની ત્વચા ઘણી હદ સુધી બળી ગઈ છે… તેઓ બેભાન છે. અમારી પ્રાથમિકતા તેમને બચવામાં મદદ કરવાની છે”, પીડિતોના પરિવારોની મુલાકાત લેતા ડૉ. મોદીએ જણાવ્યું હતું.
અમદાવાદ પોલીસ કમિશ્નરે ન્યૂઝ એજન્સી એપીને આપેલી માહતી પ્રમાણે અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટમાં કોઈ બચી શકે તેમ નથી.
BREAKING: There appear to be no survivors from Air India flight to London that crashed in Ahmedabad, city's police chief tells AP. Follow for live updates. https://t.co/KYkwKeKhRN
— The Associated Press (@AP) June 12, 2025
વિમાન દુર્ઘટના બાદ એનડીઆરએફની છ ટીમો અને બીએસએફની બે ટીમો દુર્ઘટના સ્થળ પર બચાવ અને રાહત કાર્ય માટે મોકલવામાં આવી છે. પશ્વિમી રેલવેની એનડીઆરએફ ટીમ પણ રાહત અને બચાવ અભિયાનમાં લાગેલી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ આવશ્યક પ્રતિક્રિયા ઉપાયોની દેખરેખ અને સમન્વય માટે એક નિયંત્રણ કક્ષ સ્થાપિત કર્યો છે.
અમદાવાદ શહેર પોલીસે પોલીસ ઈમરન્જન્સી સેવાઓ અને અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે સંબંધમાં જાણકારી આપાતકાલીન નંબર 07925620359 રજૂ કર્યું છે.
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું હતું કે અમદાવાદ એર ઈન્ડિયાના દુર્ઘટના દિલ હચમચાવી દેનારી છે. યાત્રીઓ અને ચાલકના પરિવારને જે દર્દ અને ચિંતા થઈ રહી હશે તે અકલ્પનીય છે. આ અવિશ્વસનીય રૂપથી કઠીન ક્ષણમાં મારી સંવેદના તેમના પ્રત્યે છે.
https://platform.twitter.com/widgets.jsVIDEO | Ahmedabad Plane Crash: Congress MP Shakti Singh Gohil (@shaktisinhgohil) says, "A tragic incident took place today in Ahmedabad when a flight en route to London crashed in a residential area. On behalf of the Congress party, I pay condolences to the families affected. I… pic.twitter.com/J92JowRZRG
— Press Trust of India (@PTI_News) June 12, 2025
લંડન જતી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મુસાફરોના સંબંધીઓ માટે અમદાવાદ એરપોર્ટની બહાર કામચલાઉ ધોરણે બંધ કરાયેલ હેલ્પ ડેસ્ક અને સપોર્ટ એરિયા બનાવવામાં આવી રહ્યો છે.
https://platform.twitter.com/widgets.jsलंदन जाने वाली एयर इंडिया विमान दुर्घटना के यात्रियों के रिश्तेदारों के लिए अस्थायी रूप से बंद अहमदाबाद हवाई अड्डे के बाहर एक सहायता डेस्क और सहायता क्षेत्र स्थापित किया जा रहा है। pic.twitter.com/qDeAalARtA
— ANI_HindiNews (@AHindinews) June 12, 2025
https://platform.twitter.com/widgets.jsPained beyond words by the tragic plane crash in Ahmedabad. Disaster response forces have been quickly rushed to the crash site. Spoke with the Gujarat Chief Minister Shri Bhupendra Patel, Home Minister Shri Harsh Sanghavi, and Commissioner of Police Ahmedabad to assess the…
— Amit Shah (@AmitShah) June 12, 2025
પ્રારંભિક અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 91 લોકોના મોત થયા છે કારણ કે તેમના મૃતદેહોને વિસ્તારની હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા હતા.
https://platform.twitter.com/widgets.jsVIDEO | Ahmedabad Air Crash: Visuals show people running away moments after the Air India flight AI-171 crashed after taking off from the Ahmedabad airport.The Boeing aircraft, which could be seen losing altitude quickly, crashed in Meghaninagar area near the Ahmedabad… pic.twitter.com/oBOmc3rFDr
— Press Trust of India (@PTI_News) June 12, 2025
https://platform.twitter.com/widgets.jsThe scenes emerging of a London-bound plane carrying many British nationals crashing in the Indian city of Ahmedabad are devastating.I am being kept updated as the situation develops, and my thoughts are with the passengers and their families at this deeply distressing time.
— Keir Starmer (@Keir_Starmer) June 12, 2025
https://platform.twitter.com/widgets.jsCISF conducts rescue operations at the AI 171 crash site, AhmedabadPhoto source: Central Industrial Security Force (CISF) pic.twitter.com/vEhdpx5VgS
— ANI (@ANI) June 12, 2025
ઉડ્ડયન નિયમનકાર DGCA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેકઓફ પછી તરત જ, એર ઇન્ડિયાના વિમાનના પાઇલટે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ આપ્યો હતો. જોકે, ત્યારબાદ ATC દ્વારા કરવામાં આવેલા કોલનો વિમાન દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.
વિમાન દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઓપરેશન કંટ્રોલ રૂમ એક્ટિવેટ કરી દીધો છે. સંપર્ક કરવા માટે 011-24610843, 9650391859 નંબર રજૂ કર્યો છે.
ઘટના સ્થળેથી મળતી માહિતી પ્રમાણે ઘટના સ્થળે વાહનોનો કાફલો અને સ્થળની સ્થિતિને જોતા ઘટના સ્થળની કમ્પાઉન્ડની દિવાલ દોડીને એમ્પ્યુલન્સ માટે રસ્તો બનાવાયો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફથી મળતી માહિતી પ્રમાણે વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયાની ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 20 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા.
આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.
વધુ માહિતી પૂરી પાડવા માટે અમે એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 પણ સ્થાપિત કર્યો છે. એર ઇન્ડિયા આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાતના મંત્રીઓ અને મોટા નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલ આવી ચૂક્યા છે. સ્થિતિનું અવલોકન કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે વિમાનમાં 242 પ્રવાસીઓ સવાર હતા. અત્યાર સુધીમાં 100થી વધારે મોતની આશંકા સેવાઈ રહી છે. મૃતકો પૈકી 52 વિદેશી મુસાફરોના મોતની આશંકા સેવાઈ છે.
ખૂબ દુઃખ સાથે હું પુષ્ટિ આપું છું કે અમદાવાદ લંડન ગેટવિકમાં કાર્યરત એર ઇન્ડિયાની ફ્લાઇટ, AI 171 આજે એક દુ:ખદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અમારા વિચારો અને ઊંડી સંવેદનાઓ આ વિનાશક ઘટનાથી પ્રભાવિત તમામ લોકોના પરિવારો અને પ્રિયજનો સાથે છે.
આ ક્ષણે અમારું પ્રાથમિક ધ્યાન તમામ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને ટેકો આપવા પર છે. અમે સ્થળ પર કટોકટી પ્રતિભાવ ટીમોને મદદ કરવા અને અસરગ્રસ્તોને જરૂરી તમામ સહાય અને સંભાળ પૂરી પાડવા માટે અમારી શક્તિમાં બધું કરી રહ્યા છીએ.
વધુ ચકાસાયેલ માહિતી પ્રાપ્ત થતાં વધુ અપડેટ્સ શેર કરવામાં આવશે. માહિતી મેળવવા માંગતા પરિવારો માટે એક કટોકટી કેન્દ્ર સક્રિય કરવામાં આવ્યું છે અને સહાયક ટીમની સ્થાપના કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ સાથે વ્યક્તિગત રીતે વાત કરી અને અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાની ઘટનાનો તાગ મેળવ્યો.
મંત્રીએ પ્રધાનમંત્રીને માહિતી આપી કે તેઓ તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે અમદાવાદ આવી રહ્યા છે અને પરિસ્થિતિ અંગે નિયમિતપણે અપડેટ રહેવા જણાવ્યું છે.
વિજયવાડામાં માં હાજર નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂ વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ તરત જ અમદાવાદ પહોંચી ગયા છે. રામમોહન નાયડૂના કાર્યલયે જણાવ્યું હતું કે તેઓ ડીજીસીએમ, એએઆઈ, એનડીઆરએફ અને ગુજરાત રાજ્ય પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓના સતત સંપર્કમાં છે. જેથી સમન્વિત પ્રતિક્રિયા અને સહાયતા સુનિશ્ચિત કરવામાં આવી શકે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે.
ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.
https://platform.twitter.com/widgets.jsઅમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન…
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2025
DGCA તરફથી આપેલી જાણકારી પ્રમાણે એર ઈન્ડિયાના B787 વિમાન VT-ANB, અમદાવાદથી ટેકઓફ થયા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પ્લેનમાં 242 લોકો સવાર હતા. જેમાં 2 પાયલટ અને 10 કેબિન ક્રૂ સામેલ હતા. વિમાનની કમાન કેપ્ટન સુમીત સભરવાલ પાસથી અને તેમની સાથે ઓફિસર ફ્લાઈવ કુંદર હતા.
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની જાણ થતાં મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સનો અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તે લંડન જઈ રહ્યું હતું. વિમાન એરપોર્ટ પાસે જ ક્રેશ થયું હતું.
સોશિયલ મીડિયા ઉપર અમદાવાદ પ્લેન ક્રેશનો વીડિયો સામે આવ્યો છે.
https://platform.twitter.com/widgets.jsઅમદાવાદમાં પ્લેન ક્રેશનો લાઇવ વીડિયોઅમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો સવાર હતા. આ વિમાન દૂર્ઘટનાનો એક લાઇવ વીડિયો સામે આવ્યો છે. વીડિયામાં દેખયા મુજબ pic.twitter.com/RhEYdbIb6S
— IEGujarati (@IeGujarati) June 12, 2025
વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયાની ઘટનાના પગલે અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના મોટા નેતાઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, સત્તાવાર કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.