North Western Railway : ઉત્તર પશ્ચિમ રેલવેના મદાર-પાલનપુર સેક્શનના સરોત્રા રોડ યાર્ડ ની વચ્ચેના બ્રિજ નંબર 826 પર આરસીસી બોક્સ લોન્ચ કરવા માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે રદ રહેશે અને ત્રણ ટ્રેનો રિશિડ્યુલ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
- 06 ડિસેમ્બર 2024ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ-સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 07 ડિસેમ્બર 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ સાબરમતી-આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રીશેડ્યુલ કરેલ ટ્રેન
- 05 ડિસેમ્બર 2024 ના રોજ શ્રી ગંગાનગરથી ચાલતી ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ શ્રી ગંગાનગરથી 3.00 કલાક મોડી ઉપડશે.
- 06 ડિસેમ્બર 2024ના રોજ, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતીથી એક કલાક મોડી ઉપડશે.
- 06 ડિસેમ્બર 2024 ના રોજ, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત સાબરમતી થી એક કલાક 30 મિનિટ મોડી ઉપડશે.
આ પણ વાંચો – અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, માર્ગ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.