scorecardresearch
Premium

સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુવકને નવસારી પોક્સો કોર્ટે ફટકારી આજીવન કેદ

Navsari Pocso Case: નવસારી પોક્સો કોર્ટના ન્યાયાધીશ ટીએસ બ્રભટ્ટે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2021માં આરોપી મોહમ્મદ સાદિક ખત્રી દ્વારા કરવામાં આવેલ જાતીય સતામણી નૈતિક ક્ષતિનું કૃત્ય હતું.

Navsari News, Navsari Police, Navsari Crime News, Navsari Pocso Case,
પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી સેક્સ વર્ધક ગોળીઓ પણ મળી આવી હતી. (તસવીર: Freepik)

Navsari Crime News: નવસારીની એક કોર્ટે 16 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારનાર આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. નવસારી પોક્સો કોર્ટના ન્યાયાધીશ ટીએસ બ્રભટ્ટે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2021માં આરોપી મોહમ્મદ સાદિક ખત્રી દ્વારા કરવામાં આવેલ જાતીય સતામણી નૈતિક ક્ષતિનું કૃત્ય હતું. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી સેક્સ વર્ધક ગોળીઓ પણ મળી આવી હતી. જે કોર્ટે કહ્યું હતું કે અસહાય બાળકોનો શિકાર કરવામાં તેની વિકૃત માનસિકતા દર્શાવે છે.

વલસાડના પારડી તાલુકામાં રહેતી સગીરાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટ પર મુંબઈના ભિવંડીના એક યુવક સાથે મિત્રતા થઈ હતી. આ દરમિયાન તેણી લગભગ સાત મહિના સુધી તેની સાથે વાત કરતી રહી. 18 ઓક્ટોબર 2021 ના ​​રોજ તેણી તેની સાથે વાત કરવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. સગીરા ઘરેથી સીધી વાપી રેલ્વે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને મુંબઈ જતી ટ્રેનમાં ચડી ગઈ હતી. પ્રવાસ દરમિયાન તે એક યુવકને મળી હકી, જેનું નામ મોહમ્મદ સાદિક ખાન હતું. જ્યારે ટ્રેન ઉમરગામ સ્ટેશન પર ઉભી રહી ત્યારે યુવકે તેને બળજબરીથી ટ્રેનમાંથી બહાર કાઢી અને કહ્યું કે તે નવસારીથી મુંબઈ જતી ટ્રેનમાં બેસાડી દેશે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં તૈયાર થયા બુલેટ ટ્રેન સ્ટેશનના ત્રણ માળ, જાણો ક્યારથી શરૂ થશે બુલેટ ટ્રેન?

નિર્જન જગ્યાએ લઈ ગયા અને તેની સાથે બળાત્કાર કર્યો

આ પછી આરોપી સગીરાને એકાંત સ્થળે લઈ ગયો અને થોડા કલાકોમાં જ તેના પર ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેને મુંબઈ જતી ટ્રેનમાં બેસાડવામાં આવી હતી. સગીરા વસઈમાં ઉતરી અને તેના મામાને બોલાવ્યા હતા. 24 ઓક્ટોબરે સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તેની પાસે સેક્સ વર્ધક ગોળીઓ મળી આવી હતી જે તેણે પોતાની પાસે રાખી હતી.

મીડિયા અહેવાલ મુજબ વકીલે કહ્યું કે પોલીસે ઘટનાસ્થળેથી સગીરાના વાળ, હેરપિન અને સીસીટીવી ફૂટેજ વિવિધ જગ્યાએથી મેળવ્યા હતા. હાલ આ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

Web Title: Navsari pocso court sentences accused to life imprisonment in minor gial harassment case rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×