Namo Bharat Rapid Rail: નમો ભારત રેપિડ રેલ એ સોમવારે 4 નવેમ્બરના રોજ મુંબઈમાં પોતાનું પ્રથમ ટ્રાયલ રન પૂર્ણ કર્યું. પરિક્ષણ દરમિયાન ટ્રેન એ 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી હતી. મુંબઈમાં નમો ભારતનું આ પ્રથમ ટ્રાયલ રન હતું. ટ્રેન અમદાવાદથી રવાના થઈ અને સોમવારે સવારે મુંબઈ પહોંચી હતી.
ભારતીય રેલવે અનુસાર, ડિઝાઈન અને માનક સંગઠન (RDSO)એ નવા રૂટ પર ટ્રેનના પ્રદર્શનની દેખરેખ માટે ટ્રાયલ રનમાં ભાગ લીધો હતો. RDSO ના વિશેષજ્ઞોએ ટ્રેનની સ્પીડ, કંપન અને વિભિન્ન સ્વાસ્થ્ય મેટ્રીકને માપવા માટે દરેક કોચ પર વિશેષ ઉપકરણો લગાવ્યા હતા. પરિક્ષણ બાદ મળેલા ડેટાનું વિશ્લેષણ આ ટ્રાયલ રનની સફળતાને નિર્ધારિત કરવા માટે કરાયું હતું.
વંદે ભારતની બેસ પર બનેલી નમો ભારત ટ્રેનને સ્થાનિક પ્રવાસો માટે ઝડપી અને વધુ આરામદાયક વિકલ્પ તરીકે ડિઝાઈન કરવામાં આવી છે. 250 થી 350 કિલોમીટર વચ્ચે ઈન્ટરસિટી માર્ગો માટે તેની સરેરાશ પ્રવાસનો સમય ત્રણથી પાંચ કલાક છે. જોકે તે વંદે ભારતની 180 કિલોમીટરની ઝડપી ગતિથી મળ ખાતી નથી. પરંતુ આ સ્પીડ મેમુ ટ્રેનથી વધુ છે. નમો ભારતની વધુમાં વધુ સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. જે મધ્યમ દૂરીની યાત્રાઓ માટે કુશળ યાત્રા સમાધાન આપે છે. ટ્રેનને પહેલા વંદે મેટ્રોના નામથી ઓળખવામાં આવતી હતી.
આ પણ વાંચો: ઓલિમ્પિક 2036ની યજમાની માટે ગુજરાત તૈયાર, અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ
આ ટ્રેનનો ટાર્ગેટ 250 કિલોમીટર સુધાના માર્ગો પર હાજર ઈન્ટરસિટી સેવાઓને બદલવાનો છે. સૂત્રો અનુસાર, મુંબઈ અને સુરત વચ્ચે અસ્થાઈ માર્ગ સ્થાપિત કરવા માટેની ચર્ચા ચાલી રહી છે. જોકે અન્ય રૂટ યોજનાઓ પર હાલમાં પણ ચર્ચાઓ થઈ રહી છે. વર્તમાનમાં નમો ભારત અમદાવાદ અને ભૂજને જોડે છે, જે 110 કિમી પ્રતિ કલાકની સ્પીડથી 360 કિલોમીટરનું અંતર કાપે છે.
આ માર્ગ પર લગભગ 5 કલાક 45 મિનિટ લાગે છે. નમો ભારતની સાથે પશ્તિમ ભારતને ખુબ જ જલદી ઈન્ટરસિટી યાત્રા માટે ઝડપી, વધુ આરામદાયક વિકલ્પ મળશે. આ ટ્રેનમાં મોડ્યૂલ ડિઝાઈન અને સુરક્ષાની પણ વિશેષતાઓ મળશે. યાત્રીઓ આ ટ્રેનમાં ઘણી આધુનિક સુવિધાઓની આશા રાખી શકે છે. વાતાનુકૂલિત કોચ, ગાદલાવાળી સીટો, યાત્રી સૂચના સ્ક્રિન, ઓનબોર્ડ ટોયલેટ, સીસીટીવી, ટોક-બૈક સિસ્ટમ, ઉન્નત વેક્યૂમ શૌચાલય તમામ ડિઝાઈનનો ભાગ છે. જૂની MEMU ટ્રેનમાં આવી સુવિધાઓ નથી.