Morbi bridge collapse: ગુજરાતમાં મોરબી પુલ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં પ્રતાપ સિંહ જાડેજાની કહાની ખૂબ જ દર્દનાક છે. બાળકોની જીદના પગલે ફરવા નીકળેલા જાડેજા પરિવારનું બધું જ લૂંટાઈ ગયું. મંદિર દર્શન કર્યા બાદ સસ્પેન્શન પુલ ઉપર પહોંચેલા પરિવારના સાત સભ્યો ખોવાઈ ગયા હતા. જેમાં ચાર બાળકો અને એક નવ મહિનાની ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે.
મેલડી માતાના દર્શન કરી બાળકોની જીદના કારણે પુલ જોવા ગયા
મળતી માહિતી પ્રમાણે 30 વર્ષીય પ્રતાપ સિંહ જાડેજાના પરિવારમાં પ્રતાપના બે બાળકો, તેમની પત્ની જે બીજી વખત ગર્ભવતી હતી, તેમના ભાભી, પ્રપાતના ભાઈ પ્રધ્યુમનની પત્ની અને બે બાળકો મેલડી માતાના દર્શન કરવા મોરબી ગયા હતા. પરત ફરતી વખતે બાળકોએ મચ્છુ નદી ઉપર બનેલા ઝુલતા પૂલ ઉપર જવા માટેની જીદ કરી હતી. જે લગભગ સાત મહિના સમારકામ કર્યા બાદ ખુલ્લો મુકાયો હતો. જોતજોતામાં કેબલ બ્રિઝ ટૂટી ગયો હતો. પરિવારના સાત સભ્યોની નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.
જોકે પ્રતાપ અને પ્રધ્યુમન કામ ઉપર ગયા હતા. તો તેમની પત્નીઓ અને બાળકોની સાથે ગયા ન્હોતા. જાડેજા પરિવારના એક સંબંધી કનક સિંહ કહે છે કે “હવે તે પોતાના પરિવારમાં એકલા બચ્યા છે.” પરિવાર જામનગર જિલ્લાના જાળિયા ગામનો રહેવાસી હતો. જ્યારે ભાઈ છેલ્લા છ વર્ષથી મોરબીના સનાલામાં ભાડાના મકાનમાં રહેતો હતો.
52 વર્ષીય સુમરા તૈયાબની દર્દભરી કહાની
મોરબીમાં કબ્રગાહની બહાર રાહ જોઈ રહેલા 52 વર્ષીય સુમરા તૈયબ પોતાના સાળાની દુઃખ કહાની સંભળાવી હતી. તેઓ જણાવે છે કે પોતાના દિયરે રવિવારની પુલ દુર્ઘટનામાં પોતાના 30 વર્ષીય પુત્ર અને 5 વર્ષીય પૌત્રી અને 7 વર્ષીય પૌત્રને ગુમાવી દીધા હતા.
સુમરા કહે છે કે મારા બનેવીનો પુત્ર અને પરિવાર પુનર્નિર્મિત પુલ ઉપર ફરવા ગયા હતા. સાંજ થતાંજ સોશિયલ મીડિયા ઉપર પુલ તૂટવાના સમાચાર સામે આવ્યા હતા. મારા દિયર અને પુત્રો અને પરિવારની શોધમાં નીકળ્યા પડ્યા. અમને તરત જ ખરાબ સમાચાર મળ્યા હતા. બંને બાળકોની લાશ રાત્રે 8 વાગે અને મારા દિયરની લાશ રાત્રે 11 વાગ્યે મળ્યા હતા. માત્ર તેમની 25 વર્ષીય વહૂ બચી ગઈ અને તે અત્યારે આઘાતમાં છે.