Morbi Bridge Collapse: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મોરબીમાં જે સ્થળે પુલ દુર્ઘટનાગ્રસ્ત થયો તે સ્થળની મુલાકાત લીધી હતી. અહીંથી તે મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા. હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત સમયે પીએમ મોદીની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી તો લોકોએ અલગ-અલગ કોમેન્ટ કરીહતી.
પીએમ મોદીએ હોસ્પિટલમાં દાખલ પીડિતોના હાલચાલ પૂછ્યા હતા. હોસ્પિટલ જતા પહેલા પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ પુલ દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સેનાના જવાનો અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. પીએમે મોરબીની એસપી ઓફિસમાં અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી. દુર્ઘટના પછી પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી તેની જાણકારી લીધી હતી.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદી મોરબી અકસ્માત સ્થળે પહોંચ્યા, Oreva કંપનીનું બોર્ડ ઢંકાઈ ગયું
યુઝર્સે કરી આવી કોમેન્ટ્સ
રાહુલ નામના ટ્વિટર યુઝરે કોમેન્ટ કરી કે શું રાતમાં પેઇન્ટિંગ થઇ ના શકી? અનીશ નામના યુઝરે લખ્યું કે હું ઇચ્છું છું કે મોદી કેટલાક દિવસો માટે વિદેશ જવાનું છોડી દે, તેના સ્થાને દેશની બધી સરકારી હોસ્પિટલોના પ્રવાસ કરે. તેમના આવવાથી ઓછામાં ઓછી હોસ્પિટલોની કાયાકલ્પ થઇ જશે. આ જ તેમનું દેશ માટે યોગદાન હશે.
અરુણા નામના યુઝર્સે સવાલ કર્યો કે દિવાલ પર કુતરા અને બાળકોની તસવીર કેમ લગાવવામાં આવી છે? શંકર નામના યુઝર્સે લખ્યું કે વાહ ભાઇ શું સ્થિતિ બદલી છે. કાલે શું હાલત હતી અને આજે શું થઇ ગઇ. કામિની ઝા નામની યુઝરે લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી તમને હોસ્પિટલમાં કલરની સુગંધ આવી રહી હતી કે નહીં?