Gujarat monsoon Rain forecast, Rain data updates: ગુજરાતમાં હવે ચોમાસું સક્રિય થયું છે ત્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 184 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. વલસાડના પારડીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે નવસારમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકમાં સુરતના પારડીમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો રાજ્યમાં નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે આ બે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં સાત ઈંચ કરતા વધારે, વલસાડમાં પોણા સાત ઇંચ વરસાદ પડ્યોહતો. કામરેજ અને ખેરગામમાં 6-6 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પલસાણા અને ધરમપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. 27 તાલુકા એવા છે જ્યાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. ગુજરાતના 38 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
સુરતમાં આજે અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે સુરતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરી છે. આમ સુરતનો વિયર કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તાર, તાપીમાં ભારે વરસાદના પગલે આ નિર્ણય લવાયો હતો. અતિ ભારે વરસાદના પગલે તાપી નદીમાં પાણીની આવક વધતાં તંત્ર સતર્ક થયું છે. તાપી નદીમાં આવક વધતાં વિયર ઓવરફ્લો થવાની શક્યતાઓ રહેલી છે. વિયર કોઝવે છ મીટરની સપાટીએ છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો વલસાડ, સુરત અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દીવમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો
દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા સતત વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધી છે. પાણીની આવક વધતાં જ નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. આમ નર્મદા ડેમની સપાટી 120.13 મીટરે પહોંચી ગઈ છે.
આ પણ વાંચોઃ- ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
રાજ્યના 206 જળાશયોમાંથી છ જળાશયો હાઈ એલર્ટ પર
સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યના 206 જળાશયોમાંથી છ જળાશયો જોખમના નિશાનની નજીક હોવાથી હાઈ એલર્ટ પર છે, ત્રણ એલર્ટ પર છે અને એકને ચેતવણી આપવામાં આવી છે, એમ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓના જણાવ્યા મુજબ, એક જમાવટ યોજના તૈયાર કરવામાં આવી છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે.