scorecardresearch
Premium

મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો, વાઈસ ચેરમેનના આક્ષેપો પર અશોક ચૌધરીનો ખુલાસો

Dudhsagar dairy mehsana: દૂધસાગર ડેરીની મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ પર ચેરમેન અશોકભાઈ ચૌધરી અને દિલીપભાઈ ચૌધરી એ હુમલો કરીને મારામારી કરી.

dudhsagar dairy controversy, મહેસાણા દૂધસાગર ડેરી
મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો. (તસવીર: X)

Dudhsagar dairy controversy: મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઈસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ હુમલો કર્યાની માહિતી સામે આવી છે. આ હુમલામાં યોગેશ પટેલની સોનાની ચેઈન અને ચશ્મા તોડી નાંખ્યા હતા. જેના પગલે વાઈસ ચેરમેન યોગેશ પટેલે મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી છે.

સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

દૂધસાગર ડેરીની મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ પર ચેરમેન અશોકભાઈ ચૌધરી અને દિલીપભાઈ ચૌધરી એ હુમલો કરીને મારામારી કરી સોનાની ચેન અને ચશ્મા તોડી નાંખ્યા. મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરાઈ.

આ મામલે દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલે એક વીડિયો પણ શેર કર્યો છે અને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી છે. વીડિયોમાં યોગેશ પટેલના હાથમાં તેમના તૂટેલા ચશ્મા અને તુટેલી સોનાની ચેન સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યાં જ વીડિયોમાં તેઓ પોતાના પર થયેલા હુમલાની સમગ્ર ઘટના વર્ણવી રહ્યા છે.

મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયાની જાણકારી દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલે પોતે આપી છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે,”હું દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલ, આજે અમારી બોર્ડ બેઠક હતી અને તેમાં મેં પ્રશ્નોત્તરી હતી. જે દરમિયાન મારી પાસે કેટલાક મુદ્દા હતા. જે મેં ચેરમેન અને એમડીને મારે પૂછવાના હતા. જેથી મેં મારા મુદ્દાને લઈ પૂછ્યુ જે મુદ્દો સાચો હતો. બેંકનું 1790 કરોડનું રૂપિયાનું દેવું છે, તેઓએ સાગર પત્રિકામાં જે લખાવ્યું છે તે ખોટું છે.”

અમદાવાદ રથયાત્રા લાઈવ અપડેટ્સ અહીં જુઓ

વધમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ કહ્યું કે,”બેંકોનું 1790 કરોડ રૂપિયાનું દેવું ડેરી પર છે જે મેં પૂછતા દૂધસાગર ડેરીના ચેરમેન અને એમડી મારા પર ખિજાયા હતા, જે બાદ અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ મારા પર હુમલો કર્યો હતો. અગાઉ પણ આ લોકોએ મને ધમકી આપી હતી. જોકે હું ભારતીય જનતા પાર્ટીનો એક સૈનિક અને કાર્યકર્તા છું. હું પણ પટેલનો દીકરો છું અને સામો જવાબ પણ આપી શકું છું પરંતુ મારી પાર્ટીની છબી ખરડાય નહીં માટે મેં તેઓને વળતો જવાબ આપ્યો નહીં પરંતુ બાદમાં મેં મહેસાણા ખાતે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી તેઓ વિરૂદ્ધ ફરિયાદ માટે અરજી આપી દીધી છે.”

યોગેશ પટેલના આક્ષેપો પર અશોક ચૌધરીનો ખુલાસો

યોગેશ પટેલે ભ્રષ્ટાચાર મુદ્દે ચેરમેન અશોક ચૌધરીને પ્રશ્ન પૂછતા તેમણે ઉશ્કેરાઈ જઈ તેમને લાફો મારી દીધો હોવાનો આક્ષેપ કરી મહેસાણા B ડિવિઝન ખાતે તેમના જૂથ સાથે અશોક ચૌધરી સામે ફરિયાદ નોંધાવવા પહોચ્યા હતા ત્યારે દૂધ સાગર ડેરી ઘર્ષણ મામલે ચેરમેન અશોક ચૌધરીએ ખુલાસો કર્યો છે.

અશોક ચૌધરીએ દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં શું થયું તેના વિશે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમની ઉપર લાફો મારવાનો જે આક્ષેપ થયો છે તે ખોટો છે. ડેરીમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. જ્યારથી ડેરીમાં સત્તા પરિવર્તન થયું છે ત્યારથી ડેરીનો વિકાસ થયો છે. ડેરીમાં પારદર્શકતા સાથે વહીવટ કરાઈ રહ્યો છે. છેલ્લા સાડા ચાર વર્ષથી ડેરીના સુલભ અને કુશળ વહીવટથી પશુચાલકો ખુશ છે અને તેમના ઉપર જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયાવિહોણો છે. વાઇસ ચેરમેન યોગેશ પટેલ જે પ્રશ્નો લઈને આવ્યા હતા એ બોર્ડ મિટિંગ પહેલા જ ડિરેક્ટરોને આજે ઝગડો કરવાના છે તેવું તેમણે કહ્યું હતું. યોગેશ પટેલે અસભ્ય વર્તન કર્યું હોવા છતાં અમે તેમને સમજાવ્યા હતા પરંતુ તેઓ બોર્ડ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા . તેમણે જે આક્ષેપો કર્યા છે તે ખોટા છે અને તે આજે બોર્ડ મિટિંગમાં વાતાવરણ ડહોળવાજ આવ્યા હતા.

Web Title: Mehsana dudhsagar dairy board meeting controversy yogesh patel video rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×