scorecardresearch
Premium

વડાલી સામૂહિક આપઘાત કેસમાં મોટો વળાંક, 4 લોકોના મોત મામલે એક આરોપીની ધરપકડ

Wadali mass suicide case: સાબરકાંઠા જિલ્લામાં એક જ પરિવારના 4 સભ્યોના સામૂહિક આપઘાત મામલે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસની ટીમ અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે.

Wadali mass suicide case, Kabarkantha mass suicide case
વડાલી સામૂહિક આપઘાત કેસ (તસવીર: સોશિયલ મીડિયા)

સાબરકાંઠા જિલ્લામાં એક જ પરિવારના 4 સભ્યોના સામૂહિક આપઘાત મામલે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસની ટીમ અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે. ગત થોડા દિવસો અગાઉ સાબરકાંઠાના વડાલી ગામે સાગર પરિવારમાં 4 લોકોના મોત બાદ જીવીત રહેલી એકમાત્ર દીકરીની ફરિયાદ પર પોલીસની ટીમે કાર્યવાહી કરી છે. પોલીસની કાર્યવાહીથી વ્યાજખોરોમાં હડકંપ મચી ગયો છે.

ઘરમાં એક માત્ર દીકરી બચી

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ કડક કાયદો બનાવ્યા બાદ પણ વડાલીમાં આખા પરિવારે આત્મહત્યા કરી લીધી. પરિવારમાં એક માત્ર બચેલી દીકરીની ફરિયાદ પર આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે. આવનારા દિવસોમાં આરોપીઓના વધુ નામ સામે આવી શકે છે.

પરિવારે ઝેરી દવા પીધી

દેવાની વસૂલાત કરતા લોકોના ડરથી, આખા પરિવારે ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. એક પછી એક ચાર લોકોના મોત બાદ એકમાત્ર બચી ગયેલી કૃષ્ણા સાગર નામની છોકરીએ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરી છે. બીજા ઘણા નામો બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: RBI એ ત્રણ બેંકો પર દંડ ફટકાર્યો, અમદાવાદની આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ

શાહુકારોની વસૂલાતથી પરિવાર પરેશાન હતો

પોલીસ અધિકારી સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પરિવારે શાહુકારોના કારણે સામૂહિક આત્મહત્યા કરી છે. ઝેરી દવા ગળી જવાથી માતા-પિતા અને બે પુત્રોના મોત થયા. એકમાત્ર દીકરી હજુ પણ વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત વડાલી પોલીસે એક આરોપીને કસ્ટડીમાં લીધો છે.

આ મામલે વધુ લોકોની ધરપકડ થઈ શકે છે

ગોહિલે કહ્યું કે સામાન્ય રીતે જ્યારે કોઈ પરિવાર પર આફત આવે છે, ત્યારે સૌથી પહેલા તૂટતી વસ્તુ કૌટુંબિક સંબંધ હોય છે. વડાલીમાં સાગર પરિવારે ઝેર પીધા બાદ એક જ પરિવારના ચાર સભ્યોના એક પછી એક મોત થયા. એક દીકરી હજુ પણ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. મૃતકના મોબાઇલ ફોન અને બેંક સ્ટેટમેન્ટના આધારે અન્ય પૈસા આપનારાઓના નામ પણ ખુલ્લા પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Web Title: Major twist in the wadali mass suicide case rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×