scorecardresearch
Premium

લોકસભા ચૂંટણી 2024 : ભાજપ વડોદરા ઉમેદવાર રંજનબેન ભટ્ટ કેમ રેસમાંથી બહાર થયા? શું કર્યો ખુલાસો?

વડોદરામાં રંજનબેન ભટ્ટને લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવાર બનાવતા જ ભાજપ સ્થાનિક સંગઠનમાં બળવો શરૂ થઈ ગયો. રંજનબેન ભટ્ટે રેસમાંથી બહાર નીકળતા શું કહ્યું

Vadodara BJP Ranjanben Bhatt
વડોદરા ભાજપ અને રંજનબેન ભટ્ટ

અદિતી રાજા | લોકસભા ચૂંટણી 2024 : ગુજરાતના વડોદરા ભાજપ સ્થાનિક એકમમાં રંજનબેન ભટ્ટ ઉમેદવારી તરીકેના નામ બાદ બળવો અને તેમની ઉમેદવારી સામે શહેરના વિવિધ ભાગોમાં બેનરો લગાવવામાં આવ્યાના થોડા દિવસો પછી, વડોદરાના સાંસદ રંજન ભટ્ટ – જેમને પાર્ટીએ ત્રીજી ટર્મની આશામાં ફરીથી આ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા હતા, તેમણે લોકસભા ચૂંટણીમાંથી તેમનું નામ પાછુ ખેંચી લીધુ છે. તેમણે શનિવારે “વ્યક્તિગત કારણો” ટાંકીને રેસમાંથી ખસી ગયા છે. શનિવારે સવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટમાં, ભટ્ટે કહ્યું કે, તેમણે પાર્ટીને જાણ કરી છે કે, “તેમને ચૂંટણી લડવામાં રસ નથી”.

પોતાના નિર્ણય વિશે વાત કરતા રંજન ભટ્ટે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “મારી ઉમેદવારીની જાહેરાત બાદ છેલ્લા દસ દિવસમાં જે રીતે વડોદરામાં વસ્તુઓ સામે આવી રહી છે, મને લાગ્યું કે, ભલે પાર્ટીએ મને ટિકિટ આપી હોય, પણ મારે ચૂંટણી ન લડવી જોઈએ. મેં આજે સવારે આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, હું બીજેપીના સભ્ય તરીકે કામ કરવાનું ચાલુ રાખીશ અને પાર્ટી માટે આ મતવિસ્તારમાં જે પણ ઉમેદવાર હશે, તેમને જીતાડવાનો તમામ પ્રયાસ કરીશ.’

આ નિર્ણય ભાજપના મહિલા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કર્યાના થોડા દિવસો પછી આવ્યો છે, જ્યારે તેણીએ ભટ્ટની ઉમેદવારી સામે બળવો કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, સાંસદ તેમના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન “અયોગ્ય” હતા. અને તેણીએ “તેમને ફરી ઉમેદવાર બનાવવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

વડોદરામાં ચાલી રહેલી અશાંતિને કારણે પાર્ટીએ તેમને સ્વૈચ્છિક રીતે રાજીનામું આપવાનો નિર્દેશ આપ્યો હતો કે કેમ, તે અંગે પૂછવામાં આવતા, બે વખતના સાંસદે કહ્યું, “પક્ષે મને ત્રીજી ટર્મ માટે ટિકિટ આપી હતી, જો તેઓએ મને ચૂંટણી લડવાની તક આપી તો તેઓ મને ટિકિટ પાછી ખેંચી લેવાનું કેમ કહે? હું (નરેન્દ્ર) મોદી સાહેબની આભારી છું કે, મને તેમની સાથે કામ કરવા માટે અને વડોદરા માટે સાંસદ તરીકે ત્રણ ટર્મ માટે પસંદ કરી’.

ભટ્ટે કહ્યું કે, તેણીએ ચૂંટણીની રેસમાંથી ખસી જવાનું મન બનાવી લીધું છે અને પાર્ટીને બીજા ઉમેદવારને નોમિનેટ કરવા કહ્યું છે. “વડોદરામાંથી જે પણ આગામી સાંસદ હશે તે મતવિસ્તારના વિકાસ માટે કામ કરશે, તેવી આશા છે. મેં સાંસદ તરીકે છેલ્લા દસ વર્ષમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું છે. હવે, પાર્ટી નક્કી કરી શકે છે કે, આગામી ઉમેદવાર કોણ હોવું જોઈએ કારણ કે, મેં પોતે પણ અન્ય કોઈ ચૂંટણી લડે તેવો નિર્ણય લીધો છે.

તેમની સામે ચાલી રહેલી ઝુંબેશ વિશે વાત કરતાં રંજન ભટ્ટે જણાવ્યું હતું કે, “જ્યારથી વડોદરાના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી જે કોઈ તેને ચલાવી રહ્યું છે (ભટ્ટ વિરોધી ઝુંબેશ) તેઓ અનેક આક્ષેપો કરી રહ્યા છે, મેં વિચાર્યું કે, મારે દરેક રીતે તેને સમાપ્ત કરવું જોઈએ. રોજ કંઇક નવું સામે આવે છે. આટલું બધું હોવા છતાં, મારા ભાજપના નેતાઓની આખી ટીમ, મારા પક્ષના કાર્યકરો તેમજ શહેરના બૌદ્ધિકો કે મતદારો – દરેક જણ રોજેરોજ અમે જે કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ તેમાં કાર્યકરો મારી સાથે રહ્યા છે. પરંતુ ખોટા મારા નામને બદનામ કરવા માટે મારી વિરુદ્ધ કહાનીઓ ઘડવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવતા પોસ્ટરોની મને કોઈ પરવા નથી કારણ કે, હું એકલા હાથે તેમને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહી છું, હું આ માટે પૂરતી મજબૂત છું, પણ મને જરૂર નથી, આ સાબિત કરવા અને ચૂંટણી લડવા.

બુધવારે શહેરના બે વિસ્તારોમાં ભાજપ અને ભટ્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. કલાકોમાં જ વડોદરા પોલીસે રાતો-રાત બેનરો લગાવવા બદલ કોંગ્રેસના બે કાર્યકરો સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો – ગુજરાત રાજકારણ : ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી, ટિકિટ કરી પરત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની તરફેણમાં આ મતવિસ્તાર ખાલી કર્યા પછી રંજન ભટ્ટે પહેલીવાર ઓક્ટોબર 2014 માં વડોદરાથી પેટાચૂંટણી જીતી હતી, જે તેમણે 5.7 લાખ મતોના વિક્રમી માર્જિનથી જીતી હતી. 2019 ની સામાન્ય ચૂંટણીમાં, તેમણે 5.89 લાખ મતો (72.22%) ના માર્જિનથી સીટ જીતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ કાઉન્સિલર ભટ્ટની ઉમેદવારીથી શહેર એકમમાં ખળભળાટ મચી ગયો હતો, નારાજ વિરોધીઓ ‘સલામત બેઠક’ પરથી ઉમેદવાર બદલવાની આશા રાખતા હતા.

Web Title: Lok sabha election 2024 why bjp vadodara candidate ranjanben bhatt out of the race what explain km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×