Gujarat Lok Sabha Election Result 2024 Key Constituency Live : લોકસભા ચૂંટણી પરિણામ 2024 માટે મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ગુજરાતની હાઈ પ્રોફાઈલ બેઠકો પર બધાની નજર હતી, જેમાં બનાસકાંઠા, વલસાડ, ભરૂચ, રાજકોટ, પોરબંદર, નવસારી અને ગાંધીનગર બેઠકોનો સમાવેશ કરી શકાય.
બનાસકાંઠા લોકસભા બેઠક પરિણામ 2024
બનાસકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો, આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપની ક્લીન સ્વીપના સપનાને તોડી 10 વર્ષ બાદ કોંગ્રેસનું ખાતુ ખોલાવી આપ્યું છે. ગેનીબેન ઠાકોરને 671883 મત મળ્યા, તો ભાજપ ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 641477 મત મળ્યા. કોંગ્રેસ ઉમેદવારની 30406 મતના માર્જિનથી જીત થઈ છે.
વલસાડ લોકસભા બેઠક પરિણામ 2024
વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલની શાનદાર જીત થઈ છે. વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલને 764226 મત મળ્યા, તો કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલને 553522 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 210704 માર્જિનથી જીત થઈ છે.
ભરૂચ લોકસભા બેઠક પરિણામ 2024
ભરૂચ લોકસભા બેઠક પર બે આદિવાસી નેતાઓ વચ્ચે જંગ હતો. જેમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના છ વખતના સાંસદ મનસુખ વસાવા સામ સામે હતા. તો આ બેઠક પર ભાજપ નેતા મનસુખ વસાવાને 608157 મત મળ્યા તો આપ નેતા ચૈતર વસાવાને 522461 મત મળ્યા. અને ભાજપના નેતાની 85696 મત માર્જિનથી જીત થઈ છે.
રાજકોટ લોકસભા બેઠક પરિણામ 2024
રાજકોટ બેઠકની વાત કરીએ તો, ચૂંટણી પહેલા રાજપૂત સમાજ દ્વારા સખતવિરોધ વચ્ચે આ બેઠક ખુબ ચર્ચામાં રહી હતી. ભાજપે રાજકોટથી પરષોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા હતા. તો સામે કોંગ્રેસે 22 વર્ષ પહેલાના પુનરાવર્તનની આશાએ પરેશ ધાનાણીને ટિકિટ આપી હતી. પરંતુ રાજકોટ બેઠક પર ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાને 857984 મત તો કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને 373724 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 484260 મત માર્જિનથી જીત થઈ છે.
પોરબંદર લોકસભા બેઠક પરિણામ 2024
પોરબંદર બેઠક પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ વસાવાને ભાજપે લોકસભા ઉમેદવાર બનાવ્યા હતા. તો સામે કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ નેતા મનસુખ માંડવિયાને 633118 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાને 249758 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 383360 માર્જિનથી જીત થઈ છે.
નવસારી લોકસભા બેઠક પરિણામ 2024
નવસારી બેઠકની વાત કરીએ તો, ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ મેદાનમાં હતા. જે નવસારી બેઠક પરથી ત્રણ વખતથી મોટા માર્જિન સાથે ચૂંટણી જીતતા આવ્યા છે. આ વખતે પણ તેઓ કેટલા માર્જિન મત સાથે જીતશે તેના પર બધાની નજર હતી. તો આ વખતના પરિણામની વાત કરીએ તો, સીઆર પાટિલે અગાઉના તમામ રેકોર્ડ તોડી 773551 મતના માર્જિનથી જીત નોંધાવ કોંગ્રેસ ઉમેદવાર નૈષેધ દેસાઈને હરાવ્યા છે.
આ પણ વાંચો – ગુજરાતની તમામ 26 બેઠકો પરના પરિણામની પળે પળની માહિતી
ગાંધીનગર લોકસભા બેઠક પરિણામ 2024
ગાંધીનગર લોકસભા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ કહેવાય છે. આ બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં હતા અને મોટા માર્જિનથી જીતવાનો રેકોર્ડ બનાવવાની આશા સાથે ચૂંટણી મેદાનમાં હતા. સામે કોંગ્રેસે સોનલ બેન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. અમિત શાહે ગાંધીનગરમાં પ્રચંડ 744716 મત માર્જિનથી જીત મેળવી છે.
ભગાંધીનગર લોકસભા બેઠક પર ગૃહમંત્રી અમિત શાહને 1010972 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને 266256 મત મળ્યા. ભાજપના દિગ્ગજ નેતા પ્રચંડ 744716 મત માર્જિનથી જીત મેળવી છે.
ભરૂચ બેઠક પર ભાજપ નેતા મનસુખ વસાવાને 608157 મત મળ્યા તો આપ નેચા ચૈતર વસાવાને 522461 મત મળ્યા. ભાજપના નેતાની 85696 મત માર્જિનથી જીત થઈ
મહેસાણાથી હરિભાઈ પટેલની 328046 મતથી જીત
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલની 461755 મતથી જીત
અમદાવાદ પશ્ચિમથી દિનેશભાઈ મકવાણાની 286437 મતથી જીત
જુનાગઢથી રાજેશ ચુડાસ્માની 135494 મતથી જીત
સુરતથી મુકેશ દલાલ બિન હરીફ ઉમેદવાર છે.
બનાસકાંઠામાં કોંગ્રેસના ગેની બેન 33806 મતથી આગળ ચાલી રહ્યા છે, તેમની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. કોંગ્રેસનું એક દાયકા બાદ ખાતુ ખુલશે
ભાજપ નેતા ડો. રેખાબેન ચૌધરી – 590785 મત
કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર – 611116 મત
બનાસકાંઠામાં કોંગ્રેસના ગેની બેન 20331 મતથી આગળ
ભાજપ ઉમેદવાર – ધર્મેન્દ્રસિંહ વાઘેલા – આગળ
મત – 109717
71838 – મતથી આગળ
કોંગ્રેસ ઉમેદવાર – કનુભાઈ ગોહિલ – પાછળ
મત – 37879
ભાજપ ઉમેદવાર – ચિરાગ પટેલ – આગળ
મત – 88457
38328 – મતથી આગળ
કોંગ્રેસ ઉમેદવાર – મહેન્દ્રસિંહ પરમાર – પાછળ
મત – 50129
ભાજપ ઉમેદવાર – અરવિંદભાઈ લાડાણી – આગળ
મત – 82017
31016 – મતથી આગળ
કોંગ્રેસ ઉમેદવાર – હરિભાઈ કંસાગરા – પાછળ
મત – 51001
ભાજપ ઉમેદવાર – અર્જુન મોઢવાડિયા – આગળ
મત – 133163
116808 – મતથી આગળ
કોંગ્રેસ ઉમેદવાર – રાજુ ઓડેદરા – પાછળ
મત – 16355
ભાજપ ઉમેદવાર – સી.જે. ચાવડા – આગળ
મત – 80464
44444 – મતથી આગળ
કોંગ્રેસ ઉમેદવાર – દિનેશભાઈ પટેલ – પાછળ
મત – 36020
બનાસકાંઠામાં કોંગ્રેસના ગેની બેન 155 મતથી આગળ
પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર 4874 મતથી આગળ
ભરૂચ બેઠક પર ભાજપના મનસુખભાઈ વસાવા 77505 મતથી આગળ તો આપ નેતા ચૈતર વસાવા પાછળ પડ્યા
વડોદરા બેઠક પર ભાજપના હેમાંગ જોશી 321603 મતથી આગળ ચાલી રહ્યા
પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 272521 મતથી આગળ
રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા 272520 મતથી આગળ
સુરેન્દ્રનગર બેઠક પર ચંદુભાઈ શિહોરા 99199 મતથી આગળ
ગાંધીનગર બેઠક પર અમિત શાહ 307157 મતથી આગળ
પાટણ બેઠક પર કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોર 178385 મત તો ભાજપ નેતા ભરતસિંહ ડાભી 162294 મત સાથે ચાલી રહ્યા છે. કોંગ્રેસ નેતા 16091 મતથી આગળ
નવસારી બેઠક પર ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ 307650 મત તો કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈ 75962 મત સાથે ચાલી રહ્યા, ભાજપ નેતા 231688 મત માર્જિનથી આગળ
કોંગ્રેસ ના લોકપ્રિય નેતા અનંત પટેલ 242928 મત અને ભાજપ નેતા ધવલ પટેલ 372562 મત, ભાજપ નેતા 129634 આગળ
બનાસકાંઠામાં કોંગ્રેસ નેતા ગેની બેન ઠાકોર 146689 મત તો ભાજપ નેતા રેખાબેન ચૌધરી 150350, ભાજપ નેતા 3661 મત માર્જિનથી આગળ
રાજકોટમાં ભાજપના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા 268325 મત, તો કોંગ્રેસના પીઢ નેતા પરેશ ધાનાણી 96312 મત સાથે ચાલી રહ્યા. રૂપાલા 172013 માર્જિનથી આગળ
પોરબંદરમાં અત્યાર સુધી ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 252926 મત તો કોંગ્રેસના લલીત વસોયા 99268 મત મળ્યા, માંડવીયા 153658 મતથી આગળ
ગાંધીનગર બેઠકના વલણમાં અમિત શાહ 209736 તો સોનલ પટેલને 42642 મત – શાહ 185626 માર્જિનથી આગળ
બનાસકાંઠામાં કોંગ્રેસના ગેની બેન 3677 મતથી આગળ
સુરેન્દ્રનગર બેઠક પર ચંદુભાઈ શિહોરા 10836 મતથી આગળ
ભરૂચ બેઠક પર ભાજપના મનસુખભાઈ વસાવા 19762 મતથી આગળ તો આપ નેતા ચૈતર વસાવા પાછળ પડ્યા
નવસારી બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા સીઆર પાટીલ 44512 મતથી આગળ ચાલી રહ્યા
વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલ 68435 મતથી આગળ ચાલી રહ્યા
ગાંધીનગર બેઠક પર અમિત શાહ 42878 મતથી આગળ
ગાંધીનગર બેઠક પર અમિત શાહ 28674 મતથી આગળ ચાલી રહ્યા જ્યારે કોંગ્રેસના સોનલ પટેલ પાછળ ચાલી રહ્યા

સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ચંદુભાઈ શિહોરા આગળ ચાલી રહ્યા
કોંગ્રેસના ગેનીબેન બેન 409 મત સાથે આગળ ચાલી રહ્યા
ગુજરાતની રાજધાની ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ મેદાનમાં હતા. આ હાઈ પ્રોફાઈલ સીટ પર કોંગ્રેસે સોનલ બહેન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. ગાંધીનગરમાં ભાજપનો 35 વર્ષથી દબદબો છે. 1989થી ભાજપ સતત અહી જીત મેળવી રહ્યું છે. જેથી આ બેઠક પર અમિત શાહ કેટલા મત માર્જિનથી જીતશે તેના પર લોકોની ખાસ નજર રહેશે, લોકોને એ પણ પ્રશ્ન છે કે શું સોનલ પટેલ કઈ અપસેટ સર્જી શકશે.
નવસારી બેઠક સીઆર પાટીલનો ગઢ છે. સીઆર પાટિલ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ હોવાથી આ હાઈ પ્રોફાઈલ સીટ પર બધાની ખાસ નજર રહેશે. આ બેઠક પર કોંગ્રેસ હજુ ખાતું ખોલાવી શકી નથી. કારણ કે, નવસારી બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપ જ જીતતી આવી છે. તમને જણાવી દઈએ કે, 2008 માં નવુ સિમાંકન થયું ત્યારબાદ 2009 માં નવસારીમાં પ્રથમ વખત લોકસભા ચૂંટણી થઈ, બસ ત્યારથી 2009, 20014 અને 2019 એમ અત્યાર સુધી ત્રણ ટર્મથી ચૂંટણીમાં ભાજપના સી.આર.પાટીલ જ ચૂંટાઈને આવી રહ્યા છે. તો કોંગ્રેસે આ વખતે નૈષધ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે. નવસારી બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલનો ગઢ માનવામાં આવે છે. ત્રણ ટર્મથી તે ચૂંટાઈ આવ્યા છે. અને ભાજપે આ વખતે પણ તેમને જ ટિકિટ આપી છે. મહત્વની વાત એ છે કે, 2014માં 5,58,116 મતોના વિક્રમી માર્જિન અને 2019 માં પણ 6,89,668 મતોના વિક્રમી માર્જિનથી સીઆર પાટિલે જીત નોંધાવી હતી.
Lok Sabha Election 2024 Valsad Seat : વલસાડ બેઠક લોકસભા ચૂંટણીમાં સૌથી મહત્ત્વની બેઠક માનવામાં આવે છે. કારણ કે, કહેવાય છે કે, આ બેઠક જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. આ વખતે ભાજપે યુવા નેતા ધવલ પટેલ 37 વર્ષિય ને ટિકિટ આપી બધાને ચોંકાવી દીધા હતા, તો કોંગ્રેસે પણ સામે યુવા નેતા અનંત પટેલ 46 વર્ષિય ટિકિટ આપી હતી. વલસાડ બેઠક પર ભાજપ બે વખતથી જીતતી આવી છે. જેમાં ભાજપ ઉમેદવાર કે.સી. પટેલ 2014 માં કોંગ્રેસ ઉમેદવાર કિશન પટેલને હરાવ્યા હતા, તો 2019માં કોંગ્રેસ ઉમેદવાદ જીતુ ચૌધરીને હરાવ્યા હતા. પરંતુ આ વખતે કોંગ્રેંસ અને આપ બંને ગઠબંધન સાથે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જેથી ભાજપને આ વખતે કોંગ્રેસ-આપ ગઠબંધન પરિણામમાં જબરદસ્ત ટક્કર આપી શકે છે. તો જોવાનું એ રહેશે કે, ભાજપ આ વખતે ત્રીજી વખત બાજી મારે છે કે નહીં.
ગુજરાતની રાજકોટ બેઠક ક્ષત્રિય વિરોધને લઈ ખુબ ચર્ચામાં રહી, જેને પગલે બધાની નજર આ બેઠક પર ખાસ રહેશે. ભાજપના પરષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે જંગ જામ્યો હતો. રાજકોટમાં ભાજપના પરષોત્તમ રૂપાલા વિવાદ વચ્ચે જીત મેળવવા સફળ રહે છે કે પછી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિવાદનો લાભ લઇ બાજી મારશે તે જોવાનું રહેશે
લોકસભા ચૂંટણી પરિણામ 2024 માટે મત ગણતરી 4 જૂને હથ ધરાશે ત્યારે ભરૂચ બેઠક પર પણ બધાની નજર રહેશે. ભરૂચ બેઠક પર ભાજપે નો રિપીટ થીયરી ફગાવી છ વખતના સાંસદ મનસુખ વાસાવાને ફરી મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસ-આપ ગઠબંધનમાં આપના નેતા ચૈતર વસાવા સામે પક્ષે હરિફમાં છે. ચૌતર વસાવાની ભરૂચ બેઠકમાં લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી ભાજપે કોઈ રીક્સ ન લેવાનું વિચારી મનસુખ વસાવા પર જ ભરોસો કર્યો છે.
બનાસકાંઠામાં ઠાકોર અને ચૌધરી સમાજના મત બેન્કનું મોટુ પ્રભુત્વ, જેથી ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચેનો જંગ રાજકીય વર્ચસ્વનો પહોંચી ગયો હતો
ગેની બેન બોલકા નેતા છે અને પ્રચાર જબરદસ્ત કર્યો છે, ભાજપના ડો. રેખાબેન નવા નેતા છે, તેમને પીએમ મોદીના ચહેરાનો ભરોસો
Gujarat Lok Sabha Election Result 2024 Live : બનાસકાંઠામાં કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર જે વાવ ના ધારાસભ્ય છે, જેમને કોંગ્રેસે લોકસા ટિકિટ આપી છે. તો ભાજપે રાજકારણમાં નવા ડો રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં કોંગ્રેસના લોકપ્રિય નેતાઓમાં ગણતરી થાય છે, તો આ બેઠક પર રહેશે ખાસ નજર
ગુજરાતની 25 બેઠકો સહિત દેશની 542 બેઠકો ના લોકસભા પરિણામ માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે રૂઝાન સામે આવી રહ્યા છે. હાલમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે.