Surat Congress Candidate Nilesh Kumbhani Nomination Form Cancel : ગુજરાતમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર કેન્સલ થયું છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્ર સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ચાર ટેકેદારો માંથી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને માં કહ્યુ હતું કે, તેમાં અમારી સહી નથી. આ ઘટના બાદ લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.
સુરત લોકસભા બેઠક પર ડમી ઉમેદવારી પત્રનો મામલો
ગત સપ્તાહે ગુજરાતની 26 લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેમાં સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. કુંભાણીના 4 માંથી 3 ટેકેદારોએ એફિડેટિવ કરીને જણાવ્યુ હતુ કે, તેમાં અમારી સહી નથી. આથી નિલેશ કુંભાણીના ચાર ટેકેદારો ડમી હોવા મામલે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે વાંધો ઉઠાવ્યો હતો. શનિવારે નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રના વિરોધમાં હાઇકોર્ટમાં 3 અરજી આવી હતી. આ સુનાવણી બાદ સુરતના કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે.
કોંગ્રેસે ભાજપ પર સત્તાનો દુરૂપયોગ કરવાનો આક્ષેપ
સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થતા લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થવાની ઘટનાની નિંદા કરી છે. તો નવસારીના ઉમેદવાર નૈષધ દેસાઈ ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 4 ટકા ઓછા મતદાન થી ચૂંટણી પંચ ચિંતિત, જાણો વોટિંગ કેમ ઘટ્યું
નિલેશ કુંભાણી પાસે 4.89 કરોડની સપંત્તિ
નિલેશ કુંભાણી કોંગ્રેસના કરોડપતિ નેતા છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે નિલેશ કુંભાણીએ રજૂ કરેલા એફિડેટિવ અનુસાર તેમની પાસે 4.89 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પત્ની નીતાબેન કુંભાણીના નામે 95.29 લાખ રૂપિયાની સપંત્તિ છે. કુંભાણી પાસે 1.57 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. તો એફડી, શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં 1.05 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. કુંભાણી પાસે 5.50 લાખ રૂપિયાના દાગીના છે તો 1.81 કરોડની લોનનું દેવુ છે. પત્ની નીતાબેન 27.50 લાખ રૂપિયાના દાગીના છે.