scorecardresearch
Premium

લોકસભા ચૂંટણી 2024: ભાજપના પ્રથમ 195 ઉમેદવાર લિસ્ટમાં ગુજરાતના 15, દસ રિપીટ, પાંચ નવા ચહેરા

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે તેના 195 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું, તેમાં 15 ઉમેદવાર ગુજરાતના છે, જેમાં 10 ચહેરા રિપીટ છે, તો પાંચ નવા ચહેરા છે.

Gujarat | Loksabha Election 2024
લોકસભા ચૂંટણી 2024 ગુજરાત ભાજપ ઉમેદવાર (ફાઈલ ફોટો)

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતની 15 બેઠકો માટે નામ જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, 15 ઉમેદવારોમાં 10 રિપીટ નામ જાહેર કરાયા, જ્યારે પાંચ નવા નામ જાહેર કરાયા છે, એટલે કે પાંચની ટિકિટ કાપવામાં આવી છે.

દસ રિપીટ ઉમેદવાર – કોણ કઈ બેઠક પર ચૂંટણી લડશે?

સૌપ્રથમ ગુજરાતમાં 10 રિપીટ નામની વાત કરીએ તો, તેમાં અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી, દેવુસિંહ ચૌહાણ ખેડાથી, મનસુખ વસાવા ભરૂચથી, પૂનમ માડમ જામનગરથી, વિનોદ ચાવડા કચ્છથી, ભરતજી ડાભી પાટણથી, મિતેશ પટેલ આણંદથી, જસવંતસિંહ ભાભોર દાહોદથી, પ્રભુ વસાવા બારડોલીથી રિપીટ થયા છે.

પાંચ નવા ચહેરા – કોણ કઈ બેઠક પર ચૂંટણી લડશે?

જ્યારે નવા ચહેરામાં પાંચ નામનો સમાવેશ થાય છે, જેમાં પરશોત્તમ રૂપાલા રાજકોટથી, મનસુખ માંડવીયા પોરબંદરથી, દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમથી, રેખા ચૌધરી બનાસકાંઠાથી અને રાજપાલસિંદ જાધવ પંચમહાલથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે.

કોના કઈ બેઠક પર નામ કપાયા

લોકસભા ચૂંટણી 2019 ના એવા પાંચ ઉમેદવારોના નામની વાત કરીએ જે ભજપની પ્રથમ યાદીમાં સ્થાન નથી પામ્યા. જેમાં ડો. કિરીટસિંહ સોલંકી અમદાવાદ વેસ્ટ, રતનસિંહ રાઠોડ પંચમહાલ, રમેશ ધડૂક પોરબંદર, પરબત પટેલ બનાસકાંઠા, મોહન કુંડારિયા રાજકોટથી છે. જેમની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો – ભાજપે 195 બેઠકો માટે ઉમેદવારોની કરી જાહેરાત, 28 મહિલા, 47 યુવાન…, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક, 11 બેઠક પર નામ જાહેર કરવાના બાકી

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે, જેમાં 15 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 11 બેઠકો પર હજુ નામ જાહેર કરવાના બાકી છે, જેમાં અમદાવાદ ઈસ્ટ, અમરેલી, છોટાઉદેપુર, જૂનાગઢ, ભાવનગર, મહેસાણા, વડોદરા, વલસાડ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગર બેઠક છે. હવે જોવાનું એ રહેશે કે, આ બેઠકો પર કોણ રિપીટ થાય છે, અને કઈ બેઠક પર નવા ચહેરા જાહેર કરવામાં આવશે.

Web Title: Lok sabha election 2024 bjp gujarat candidate list ten repeats five new km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×