scorecardresearch
Premium

ગીર સોમનાથમાં દીપડાનો બે લોકો પર હુમલો, એકનું મોત; વન વિભાગે 6 પાંજરા લગાવ્યા

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ખરેખરમાં અહીં એક દીપડાએ અચાનક બે લોકો પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં 44 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.

Gir Somnath, Leopard attack, Death, Gujarat,
Leopard attack | પ્રતિકાત્મક તસવીર

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ખરેખરમાં અહીં એક દીપડાએ અચાનક બે લોકો પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં 44 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. રવિવારે વન વિભાગના અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી હતી. ઘટના બાદ દીપડો અવાજ સાંભળીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઘાયલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સૂતા લોકો પર હુમલો કર્યો

વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ સમગ્ર મામલો ગીર ગઢરા તાલુકાના કોડિયા ગામનો છે. અહીં શનિવારે મોડી રાત્રે એક દીપડાએ ખેતર પાસે ઘરની બહાર સૂતા લોકો પર હુમલો કર્યો હતો. સહાયક વન સંરક્ષક (ACF) કરણ ભાટિયાએ જણાવ્યું હતું કે દીપડાના હુમલાને કારણે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યાં જ અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની માહિતી મળતા જ નજીકના વિસ્તારોના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જ્યારે ગામ લોકોએ જોરજોરથી અવાજ કર્યો ત્યારે દીપડો ત્યાંથી ભાગી ગયો. આ પછી ઘાયલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

દીપડો ખેંચીને લઈ ગયો

મદદનીશ વન સંરક્ષક (ACF) કરણ ભાટિયાએ જણાવ્યું હતું કે, “દીપડાએ પહેલા વાઘાભાઈ વાઘેલા પર હુમલો કર્યો અને જ્યારે લોકોએ બૂમો પાડી ત્યારે તે તેમને થોડા દૂર સુધી ખેંચી ગયો હતો. આ હુમલામાં વાઘેલાનું મોત થયું છે. આ પછી અવાજ સાંભળીને દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. થોડા સમય પછી દીપડો પાછો આવ્યો અને બીજા વ્યક્તિ પર હુમલો કરીને તેને ઘાયલ કર્યો હતો. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે દીપડાને પકડવા માટે આ વિસ્તારમાં 6 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત નજીકના લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેમજ લોકોને સાવધાની રાખીને બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું છે.

Web Title: Leopard attacks two people in gir somnath one dies 6 cages installed rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×