scorecardresearch
Premium

Kirti Patel: કીર્તિ પટેલની ધરપકડ, બે કરોડની ખંડણી મામલે 10 મહિનાથી હતી ફરાર

Kirti Patel Arrested: સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે ધરપકડ કરી છે. બે કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

Kirti Patel Arrested, Surat Police
સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે ધરપકડ કરી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

kirti patel arrested: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરત પોલીસે ધરપકડ કરી છે. કીર્તિની કથિત ખંડણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એક બિલ્ડરની ફરિયાદ બાદ સુરત પોલીસે આ કાર્યવાહી કરી હતી. કીર્તિ પટેલ પર 2 કરોડ રૂપિયાની ખંડણીનો આરોપ છે.

હનીટ્રેપ કેસમાં ધમકી આપવાનો આરોપ

એક બિલ્ડરની ફરિયાદ બાદ સુરત પોલીસે કીર્તિ પટેલની ખંડણીના આરોપસર ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, સુરત પોલીસે ગઈકાલે મંગળવારે અમદાવાદમાં તેની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી અનુસાર, એક બિલ્ડરે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વ્યક્તિએ કીર્તિ પર નકલી હનીટ્રેપ કેસમાં ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: ભાવનગરમાં વરસાદનો કહેર! પાણીના જોરદાર પ્રવાહમાં વૃદ્ધ તણાયા, વીડિયો વાયરલ

એક વર્ષ પહેલા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

બિલ્ડર વજુભાઈ કાટ્રોડિયાએ લગભગ એક વર્ષ પહેલા સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે કીર્તિ પટેલે બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. સાથે જ ધમકી આપી હતી કે જો પૈસા નહીં મળે તો તેમને નકલી હનીટ્રેપ કેસમાં ફસાવી દેવામાં આવશે.

કીર્તિ પર હત્યાના પ્રયાસનો આરોપ છે

ફરિયાદ બાદથી કીર્તિ પટેલ ફરાર હતી. પોલીસ કીર્તિ પટેલને શોધી રહી હતી. મંગળવારે એક ગુપ્ત માહિતીના આધારે સુરત પોલીસે તેની ધરપકડ કરી હતી. કીર્તિ ઇન્ટરનેટની એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. ઘણા વર્ષો પહેલા કીર્તિ પટેલ પર પણ હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કીર્તિને 2020 માં પુના પોલીસે હત્યાના પ્રયાસના આરોપમાં સુરતથી ધરપકડ કરી હતી. કીર્તિ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેના ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ દસ લાખથી વધુ ફોલોઅર્સ છે.

Web Title: Kirti patel arrested in surat police for extortion of rs 2 crore rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×