scorecardresearch
Premium

ખેડા થાંભલે પકડી માર મારવાનો મામલો : ગુજરાત હાઈકોર્ટે ચાર પોલીસકર્મીઓને 14 દિવસની જેલ ફટકારી, શું છે પૂરો મામલો?

Kheda police beating case : ખેડામાં પોલીસ દ્વારા તોફાન અટાકાવવા આરોપીઓને જાહેરમાં થાંભલે પકડી માર મારવાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ચાર પોલીસકર્મીઓને કોર્ટની અવમાનના બદલ દોષી ઠેરવી 14 દિવસની જેલ ફટકારી છે.

Kheda police beating case | Gujarat High Court
ખેડા પોલીસ દ્વારા જાહેરમાં માર મારવાનો મામલો

Kheda Police Beating Case : ગુજરાત હાઈકોર્ટે ખેડામાં આરોપીને જાહેરમાં થાંભલે પકડી માર મારવાના મામલામાં ગુજરાતના 4 પોલીસ કર્મચારીઓને અદાલતની અવમાનનાના ગુનામાં 14 દિવસની જેલ ફટકારી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટની ડી.કે. બાસુ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ ચાર પોલીસકર્મીને દોષિ ઠેરવ્યા છે. આ ચારે પોલીસકર્મી પર ગત વર્ષે ઓક્ટોબરમાં ખેડા જિલ્લામાં મુસ્લિમ પુરુષોને જાહેરમાં માર માર્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ગુજરાત હાઈકોર્ટ જજ એએસ સુપહિયા અને ગીતા ગોપીની બેન્ચે આ મામલે ચૂકાદો આપતા ટિપ્પણી કરી હતી કે, આ ચૂકાદો સંભળાવતા કોર્ટ પણ ખુશ નથી, અમારે આ રીતે પોલીસકર્મીઓને સાદી કેદની સજા ભોગવવાનું કહેવું પડી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ એએસ સુપેહિયા અને ગીતા ગોપીની બેન્ચ સમક્ષ પોલીસકર્મીઓના વકીલે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જો ચાર પોલીસકર્મીઓ તિરસ્કાર માટે દોષિત ઠરે છે, તો કોર્ટ તેમને સજાને બદલે યોગ્ય વળતર આપવાનું કહી શકે છે. તેઓએ રજૂઆત કરી હતી કે, પોલીસ અધિકારીઓએ 10-15 વર્ષની સેવા પૂરી કરી છે, અને સજા તેમની પૂરી કારકિર્દીને અસર કરશે. પરંતુ પોલીસ દ્વારા માર ખાનાર પીડતોએ પોલીસકર્મીઓ પાસેથી વળતર લેવાનો ઈનકાર કરી દીધો હતો.

કોર્ટની અવમાનના બદલ દોષિત ચાર પોલીસકર્મી કોણ

લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર (એ.વી. પરમાર), સબ ઈન્સ્પેક્ટર (ડી.બી. કુમાવત), હેડ કોન્સ્ટેબલ (લક્ષ્મણસિંહ કનકસિંહ ડાભી) અને કોન્સ્ટેબલ (રાજુ રમેશભાઈ ડાભી) કોર્ટની અવમાનનાના આરોપનો સામનો કરી રહ્યા હતા, તેમની સામે કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો.

તપાસમાં પોલીસકર્મીઓની દલીલ શું હતી

નડિયાદના મેજિસ્ટ્રેટ દ્વારા તપાસવામાં આવેલા વિડિયો પરથી ઓળખાતા એ.વી. પરમારે સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા વ્યક્તિ તરીકે સહદમિયા, સકિલમિયા અને શાહિદ્રાજાના નિતંબને લાકડી વડે મારતા જોવા મળ્યા હતા, તેમણે રજૂઆત કરી હતી કે, “ત્રણ કે છ લાકડી મારી નિતંબ પર”, જે સ્વીકાર્ય ન હોવા છતાં, “કસ્ટોડિયલ ટોર્ચર અંતર્ગત ન આવી શકે”.

ખેડામાં પેરોલ અને ફર્લો સ્ક્વોડ સાથેના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.બી. કુમાવતની ઓળખ આછા વાદળી રંગના શર્ટ અને કાળા પેન્ટમાં રહેલા વ્યક્તિ તરીકે કરવામાં આવી હતી, જેઓ ખુરશી પર બેઠેલા જોવા મળ્યા હતા, જ્યારે પીડિતોને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે, જ્યારે “ખુરશીમાં બેઠેલા અને પૃષ્ઠભૂમિમાં ઊભા રહેવું, જોકે યોગ્ય સ્વીકાર્ય નથી,” પરંતુ, તે કસ્ટોડિયલ ટોર્ચરનું નિર્માણ કરશે નહીં.

આવી જ રજૂઆત ખેડાના વડતાલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કનકસિંહ લક્ષ્મણસિંહ ડાભી દ્વારા કરવામાં આવી હતી, જેમની ઓળખ સફેદ પાઇપ પકડીને પીડિતોને વાન તરફ ધકેલવામાં આવ્યા હતા. ખેડાના ડાકોર ખાતેના કોન્સ્ટેબલ રાજુભાઈ ડાભીએ પરમાર દ્વારા માર મારવામાં આવતાં પીડિતોનો હાથ પકડ્યો હતો.

ચાર પોલીસકર્મીઓએ પણ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી હતી, તેમ છતાં તેઓએ દલીલ કરી હતી કે, તેઓએ તેમની શક્તિઓના “ક્ષેત્ર અને દાયરામાં” અને તેમની ફરજોના “નિકાલમાં” કામ કર્યું હતું. તેઓએ એ પણ રજૂઆત કરી હતી કે, માર મારવાનું “કોઈપણ ગુનાહિત ઈરાદાથી કરવામાં આવ્યું નથી” પરંતુ “કોઈપણ પ્રકારના કોમી રમખાણો અથવા કોઈપણ પ્રકારની કોમી અશાંતિ અથવા ઉક્ત ગામના રહેવાસીઓમાં કોમી અશાંતિને રોકવા માટે” કરવામાં આવેલી કાર્યવાહી હતી.

તેઓએ એવી પણ વિનંતી કરી હતી કે, તેમની સામેની તિરસ્કારની કાર્યવાહી રદ કરવામાં આવે કારણ કે, તેઓ પહેલેથી જ વિભાગીય પૂછપરછ તેમજ આ ઘટનાના સંબંધમાં રાજ્ય માનવ અધિકાર પંચમાં કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

પાંચ પીડિત કોણ, જેમણે આ મામલે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો?

ખેડા જિલ્લામાં ગયા વર્ષે ચાર પોલીસકર્મીઓ દ્વારા માર ખાનાર પીડિતોમાં જાહિરમીયા મલેક (62), મકસુદાબાનુ મલેક (45), સહદમીયા મલેક (23), સકીલમીયા મલેક (24) અને શાહિદરાજા મલેક (25) ને જાહેરમાં થાંભલે બાંધી પકડી માર મારવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી પોલીસ અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહી કરવા માટે અસરગ્રસ્ત પરિવારના 5 સભ્યો દ્વારા દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – ગુજરાત : ફિક્સ પગાર કર્મચારીઓ આનંદો, રાજ્ય સરકારે વેતનમાં કર્યો 30 ટકા વધારો, સમજો પગારનું ગણિત

શું છે કેસ?

ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંધેલા ગામમાં કોમી અથડામણ બાદ થઈ હતી. જેમાં પોલીસનો આક્ષેપ હતો કે, નવરાત્રિની ઉજવણી દરમિયાન કેટલાક તોફાનીઓએ ભીડ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Web Title: Kheda police beating contempt of court case gujarat high court four policemen sentenced 14 days jail km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×