ખેડાઃ તાજેતરમાં ખેડામાં ગરબા કાર્યક્રમમાં પથ્થરમારો કરવાના આરોપમાં યુવકોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો છે. સાદા કપડામાં કેટલાક લોકો ચાર યુવકોને વીજળીના થાંભલા સાથે બાંધીને તેમને લાકડી વડે માર મારતા દેખાય છે. સાદા ડ્રેસમાં રહેલા આ તમામની ઓળખ ખેડા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ શાખાના પોલીસ કર્મચારીઓના રૂપમાં થઈ છે. જેમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી પરમાર પણ છે. થાંભલા સાથે બાંધેલા યુવકોના ખિસ્સામાંથી ફોન અને પર્સ કાઢનારની ઓળખ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.બી કુમાવતના રૂપમાં થઈ છે. જોકે, ગુજરાત પોલીસે વાયરલ વીડિયો ક્લિપમાં દેખાઈ રહેલા પોલીસ કર્મીઓના નામ હજી સુધી લીધા નથી.
ગુજરાત પોલીસ ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ‘અમે વીડિયોમાં દેખાતા પોલીસકર્મીઓની સામે તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે.’ કપડવંજ તાલુકાના ડીવાયએપી વીએન સોલંકીને તપાસ સોંપવામાં આવી છે. ડીવાયએપી વીએન સોલંકીએ જણાવ્યું હતું કે, ‘મને આજે પાસ સોંપવામાં આવી છે. અત્યારે વીડિયો ક્લિપના વિવરણ ઉપર ધ્યાન આપવાનું છે.’ પરમાર અને કુમાવત અંગે પૂછવા પર એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ‘અમે એ વાતને નકારી ન શકીએ કે આ અમારા માણસો છે. તેમણે કાયદો હાથમાં ન લેવો જોઈએ’
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલસીબીના સાત કર્મચારીઓની તપાસ કરવામાં આવી રહી છે. એક અધિકારીએ કહ્યું કે ‘એકવાર પ્રાથમિક તપાસ રિપોર્ટ જમા થઈ ગયા બાદ પોલીસ કર્મીઓએ અનુશાસનાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમણે પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવામાં આવશે.’ મંગળવારે સામે આવેલી વીડિયો ક્લિપમાં ઓછામાં ઓછા ચાર લોકોને એક ચોક પર એક પછી એક કરીને વીજળીના થાંભલા સાથે બાંધીને એક વ્યક્તિ દ્વારા લાકડી વડે માર મારતા દેખાય છે. તેના બેલ્ટ ઉપર બંદૂક બાંધેલી હતી. અન્ય કેટલાક લોકો તેની મદદ કરી રહ્યા છે.
આ બધા સાદા કપડામાં છે. ત્યારબાદ માર ખાનાર ચારે યુવકો ટોળા સામે હાથ જોડતા દેખાય છે. સાદા પકડામાં ઊભેલા વ્યક્તિઓ દ્વારા ચારેયને નજીકમાં ઊભેલી પોલીસ વાનમાં ચઢાવવાનો આદેશ આપવામાં આવે છે.
શું હતી ઘટના?
ગુજરાતના ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં સોમવારે રાત્રે એક ગરબા કાર્યક્રમમાં કથિર રીતે પથ્થરમારો થયો હતો. સાદા કપડામાં પોલીસ કર્મીઓ જે ચાર લોકોને વીજળીના થાંભલા સાથે બાંધીને મારી રહ્યા છે. તેમના ઉપર ગરબા કાર્યક્રમમાં કથિત ઉપરથી અડચણ ઊભી કરવાનો અને પથ્થર મારો કરવાનો આરોપ છે.
આ પણ વાંચો – આણંદ: ગરબા રમતા-રમતા 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, VIDEO વાયરલ
મામલામાં ધરપકડ કરવામાં આવેલા લોકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે પુષ્ટી કરી છે કે તે બધા મુસ્લિમ સમુદાયના હતા. ગામના સરપંચ ઈન્દ્રવદન પટેલે સ્થાનિક મંદિરની બહાર ગરબાનું આયોજન કર્યું હતું. જે મસ્જીદની સામે છે. જેની અડીને એક મદરેસા પણ છે. લગભગ 6000ની વસ્તી ધરાવતા ગામમાં બંને સમુદાયની વસ્તી લગભગ સમાન છે.
આ પણ વાંચોઃ- પોલીસ આરોપીને મારતો વીડિયો બતાવતા એન્કરે કહ્યું, આ છે ગુજરાત પોલીસના ‘દાંડિયા’, લોકોએ શું કરી પ્રતિક્રિયા?
ખેડામાં ગરબા કાર્યક્રમમાં થયેલા કથિત પથ્થરમારાના સંબંધમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે એઓજી તપાસ કરી રહી છે. નડિયાદના ડીવાયએસપી વી.આર. વાજપેયીના જણાવ્યા પ્રમાણે ‘અમે પુરાવાની તપાસ કરી રહ્યા છીએ. અન્ય આરોપીઓની તપાસમાં ટીમ લાગેલી છે. જો અમને લાગશે છે કે ઘટના પૂર્વ નિયોજીત હતી તો અમે કડક કાર્યવાહી કરીશું’ બુધવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘એ ગામના કેટલાક અસામાજિક તત્વો હતા કોઈ સમુદાય ન્હોતો. જેમણે શાંતિ ભંગ કરવાની કોશિશ કરી.’