Navratri 2022 : હાલ રાજ્યમાં નવરાત્રીનો જબરદસ્ત રંગ જામ્યો છે. ત્યારે મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવમાં જેના કંઠે સાક્ષાત માં સરસ્વતી બિરાજતા હોય તેવા મધુર અવાજ ધરાવનાર ફેમસ ગાયક કલાકાર કૈલાસ ખેર (kailas kher) પહોંચ્યાં હતાં. જ્યાં ખેલૈયાઓ કૈલાસ ખેરના તાલે ઝુમ્યાં હતાં.
આ દરમિયાન કૈલાસ ખેરે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, મોરબી માત્ર ઉધમી નથી. તે આફતમાંથી બેઠા થવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે. જેના કારણે આજે મોરબી ઉધોગ નગરી તરીકે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે. કૈલાસ ખેરે વધુમાં કહ્યું કે, મોરબીવાસીઓમાં સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરા અખૂટ હોવાને કારણે અહીં ધાર્મિક અને સેવાભાવની જ્યોત પ્રજવલિત છે.
કૈલાસ ખેરે મોરબીની ભૂમિને પાવન ગણાવી હતી. તેમજ આ પાવન ભૂમિમાં સૂફી ગાયકીથી આધ્તમિકતા પ્રસ્તુત કરવાની તક બદલ કૈલાસ ખેરે પોતાની જાતને ધન્ય ગણાવી હતીં. સાથે જ કૈલાસ ખેરે કહ્યું કે, મોરબી આત્મનિર્ભરતાની સાથે ધાર્મિક અને સંસ્કારી છે. જેને પગલે અહીં અવાર નવાર ભજન, ડાયરા તેમજ નવરાત્રીનો સાચા મન અને ભક્તિથી આયોજન થાય છે. આ ઉપરાંત મોરબી ખમીરવંતી પ્રજા છે એટલે આપબળે સીરીમીક ઇન્ડસ્ટ્રીઝે વિશ્વ સ્તરે નામના મેળવી છે.
કૈલાસ ખેરે મી઼ડિયા સાથે વાત આગળ ધપાવતા કહ્યું કે, ‘અમે સંસ્કૃતમાં અભ્યાસ કર્યો હોવા છતાં આજે દેશની 20 ભાષાનું જ્ઞાન છે. જેને કારણે અમેં ગુજરાતી ગરબાના આલ્બમ પણ બનાવ્યાં છે. ગાયક કલાકરા કૈલાસ ખેરના જીવનનો ઉદ્દેશ્ય સૂફી ગાયકીથી સમગ્ર ભારતભરની આધ્યાત્મિકતા અને મૂળ સંસ્કૃતિ જળવાઇ રહે તે માટે વૈચારિક ક્રાંતિનો છે. જે અંગે તેમણે પીએમ મોદી સાથે પણ ચર્ચા કરી છે’.
કૈલાસ ખેરે વધુમાં જણાવ્યું કે ‘દરેક ગાયકીમાં શિવજીની ભક્તિ પણ હોય ત્યારે તેમના પર તો ભોળાનાથી અપાર કૃપા છે. જેના કારણે આટલો આગળ વધ્યો છું. કરિયરની શરૂઆતમાં મેં નિષ્ફળતાનો અનુભવ કર્યો છે. શરૂઆતમાં આલ્બમ માટે એક કંપનીએ મને આવી ગાયકી ન ચાલે એમ કહી રિજેક્ટ કર્યો હતો. જોકે મેં સંઘર્ષ ચાલુ રાખ્યો અને ફિલ્મમાં જાતે ગીત અને અભિનય કર્યો હતો. ત્યારબાદ રિજેક્ટ કરેલી કંપની ખુદ મારી પાસે આવી અને આલબ્મ બનાવ્યો હતોં’.
આ બાદ કૈલાસ ખેરે તેમની સૂફી ગાયકીના શરતે તેમજ સંસ્કૃતિને હાસ્યપ્રદ બનાવતા બોલિવૂડના ગીતો ઉપર તીખો પ્રહાર કરી ધર્મમાં માનનારા લોકોને સંસ્કૃતિની રક્ષા કરવા માટે આગળ આવવા અપીલ કરી હતી.