scorecardresearch
Premium

કડી પેટા ચૂંટણી પરિણામ: ભાજપની જીત, રાજેન્દ્રકુમાર ચાવડાને મળી 39 હજાર મતની લીડ

Kadi by election 2025 result BJP win: કડી પેટા ચૂંટણી 2025 પરિણામ જાહેર થતાં ભાજપ ગેલમાં આવ્યું છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્રકુમાર ચાવડાએ 39 હજાર મતની સરસાઇથી હરિફ કોંગ્રેસના રમેશભાઇ ચાવડાને હરાવ્યા છે. ભાજપે આ જીત સાથે આ બેઠક પર પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.

kadi peta chutani parinam | Kadi Assembly Election 2025 result | BJP win
કડી પેટા ચૂંટણી 2025 ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જીત્યા

Kadi By Election 2025 Result BJP Win: કડી પેટા ચૂંટણી 2025માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાવડા વિ. ચાવડા ટક્કર હતી. જોકે ભાજપે ભવ્ય જીત સાથે આ બેઠક પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. ભાજપના રાજેન્દ્રકુમાર ચાવડાએ હરિફ કોંગ્રેસના રમેશભાઇ ચાવડાને 39 હજાર કરતાં વધુ મતની સરસાઇ સાથે કારમી હાર આપી છે. જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

ભાજપ ને મળ્યા 59.39 ટકા મત

કડી પેટા ચૂંટણી 2025 પરિણામ જાહેર થતાં ભાજપની ભવ્ય જીત સામે આવી છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 39 હજાર મતની લીડથી જીત્યા છે. ભાજપના રાજેન્દ્ર ચાવડાને 99,742 મત મળ્યા હતા. કોંગ્રેસના રમેશ ચાવડાને 60,290 મત અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3090 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 1701 મત પડ્યા હતા.

વોટ ટકાવારી જોઇએ તો ભાજપને 59.39 ટકા, કોંગ્રેસને 35.9 ટકા અને આમ આદમી પાર્ટીને 1.84 ટકા મત મળ્યા છે. જ્યારે નોટાને 1.01 ટકા મત મળ્યા છે.

કડી પેટા ચૂંટણી 2025 પરિણામ, કોને કેટલા મત મળ્યા?

  • રાજેન્દ્રકુમાર (રાજુભાઇ) ચાવડા જીત (ભાજપ): 99742
  • રમેશભાઇ ચાવડા (કોંગ્રેસ): 60290
  • ચાવડા જગદીશભાઇ ગણપતભાઇ (આમ આદમી પાર્ટી): 3090
  • ડો.ગિરીશભાઇ જેઠાભાઇ કાપડિયા (પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી): 1335
  • મકવાણા દશરથભાઇ ગણપતભાઇ (આપકી આવાઝ પાર્ટી): 574
  • મકવાણા કમલેશભાઇ (સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી): 550
  • જયેન્દ્ર કરશનભાઇ રાઠોડ (રાઈટ ટુ રિકોલ): 337
  • પ્રવિણભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ (ભારતીય જન પરિષધ): 314
  • નોટા : 1701

કડી બેઠક પર વિજેતા ઉમેદવાર

  • 1990: નિતીનભાઇ પટેલ (ભાજપ)
  • 1995: નિતીનભાઇ પટેલ (ભાજપ)
  • 1998: નિતીનભાઇ પટેલ (ભાજપ)
  • 2002: બળદેવજી ઠાકોર (કોંગ્રેસ)
  • 2007: નિતીનભાઇ પટેલ (ભાજપ)
  • 2012: રમેશભાઇ ચાવડા (કોંગ્રેસ)
  • 2017: કરશનભાઇ સોલંકી (ભાજપ)
  • 2022: કરશનભાઇ સોલંકી (ભાજપ)
  • 2025 પેટા ચૂંટણી: રાજેન્દ્ર ચાવડા (ભાજપ)

વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત

કડી બેઠક દાયકાઓથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીન પટેલ આ બેઠક પરથી જીતની હેટ્રીક મેળવી ચૂક્યા છે.

Web Title: Kadi by poll result assembly constituency 2025 bjp win

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×