Junagadh building collapsed : જુનાગઢમાં પૂર બાદ નવી આફત સામે આવી છે. એક બે માળની બિલ્ડીંગ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોક દયાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી માટે તંત્રની ટીમ પહોંચી ગઈ છે. રાહત બચાવ કામગીરી ચાલુ
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢમાં પુરની આફત બાદ હવે એક શહેરમાં એક બે માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ છે, જેમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફાયર ટીમ તથા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
4 મૃતકોમાં 3 લોકો 1 જ પરિવારના
જુનાગઢમાં બે માળની બિલ્ડિંગ ધારાશાયી થવાની દુઃખદ ઘટનામાં અત્યાર સુધી 4 લોકોના મોત થયાની પૃષ્ટી થઇ છે. જેમાં આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવનાર 4 લોકોમાંથી 3 વ્યક્તિઓ એક જ પરિવારના હતા. જેમં આ બિલ્ડિંગમાં રહેતા સંજયભાઇ ડાબી અને તેમના બે નાના બાળક તરુણ ડાભી અને દક્ષ ડાબી ઉપરાંત એક 52 વર્ષીય સુભાષભાઇ તન્નાએ જીવ ગુમાવ્યા છે.
મૃતકોના નામ
- સુભાષભાઈ લક્ષ્મીદાસ તન્ના (52 વર્ષ)
- સંજયભાઈ સતિષભાઈ ડાભી (33 વર્ષ)
- તરુણ સંજયભાઈ ડાભી (13 વર્ષ)
- દક્ષ સંજયભાઈ ડાભી (7 વર્ષ)
બિલ્ડિંગના કાટમાળમાંથી 2 મૃતદેહ મળ્યા, હજી ઘણા લોકો દબાયા હોવાની આશંકા
જુનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આજે ધારાશાયી થયેલી બે માળની બિલ્ડિંગની દુર્ઘટનાએ લોકોમાં દહેશત ફેલાવી દીધી છે. આ બિલ્ડિંગના કાટમાળમાંથી અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજી પણ ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ચાર લોકો દયાટા હોવાની આશંકા
વિગતે વાત કરીએ તો, આજે બપોરે વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના ભીડભાળવાળા વિસ્તારમાં આવેલ એક બે માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થયું ત્યારે ચાર લોકો મકાન હોવાની આશંકા છે, જે તમામ કાટમાળ નીચે દટાયા હોવાનું જણાવાવમાં આવી રહ્યું છે.
જેસીબી સહિત સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી ચાલુ
હાલમાં તંત્ર દ્વારા જેસીબી તથા અનેક સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ અધિકારીઓ ડીજી, આજી સહિતનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે, સાથે એનડીઆરએફ અને ફાયરની ટીમ પણ કાટમાળ હટાવી બચાવ કામગીરી કરી રહી છે.
‘મારા દીકરો દટાયો, મારી ઘડપણની એક જ લાઠી છે, સાહેબ બચાવી લો’
મકાનમાં રહેલ પરિવારમાં એક વ્યક્તિના દાદા બહાર ચિંતા વ્યક્ત કરી વલોપાત કરતા જોવા મળ્યા છે, તે કહી રહ્યા છે કે, મારો એકનો એક આધાર દટાયો છે, તેને બચાવી લો.
મકાન જુનુ હતું, નોટિસ પણ આપવામાં આવી હતી
તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, મકાન ખુબ જૂનુ હતું, તંત્ર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી, ભારે વરસાદ બાદ વદારે નબળુ થતા મકાન ધરાશાયી થયું છે. આજુબાજુમાં બીજા મકાન પણ નાજુક હાતમાં છે, તેમાં રહેતા રહેવાસીઓને પણ ઘરની બહાર કાઢી દેવામાં આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.